દુર્ઘટના:બુટવાડા ગામે ટ્રેકટર ચાલક શેરડી નીચે દબાઈ જતાં મોત

મહુવા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલકે કાબૂ ગુમાવતા ટ્રેકટર રસ્તાની બાજુમાં આવેલી ગટરમાં ઉતરી ગયુ

મહુવા તાલુકાના બુટવાડા ગામની સીમમાં શેરડી ભરેલું ટ્રેકટર રોડની બાજુમાં આવેલ ગટરમાં ઉતરી જતા શેરડી ટ્રેકટર ચાલક પર પડતા ચાલકનુ શેરડી નીચે દબાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ આહવા ડાંગના ઢોગી આંબા ગામે રહેતા અને હાલ ડોલવણ તાલુકાના બેડારાયપુરા ગામે રહી પરભુભાઈ સુરજીભાઈ ઝાટિયા (28) ટ્રેકટરના ડ્રાયવર તરીકે નોકરી કરે છે.

તા-4/01/2022 ને મંગળવારે વહેલી સવારે પરભુભાઈ ઝાટિયા (GJ-19-B-252) બુટવાડા ખેતરમાંથી શેરડી ભરી દાદરીયા સુગરમાં જઈ રહ્યા હતા.તે દરમિયાન ખેતરમાંથી પુરપાટ ઝડપે બહાર નીકળતી વેળાએ ચાલક પરભુભાઈ ઝાટિયાએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેકટર માર્ગની બાજુમાં આવેલી ગટરમાં ઉતરી ગયુ હતુ અને પાછળ ટ્રેલરમાં ભરેલી શેરડી ટ્રેકટર ચાલક પર પડતા ચાલક શેરડી નીચે દબાઈ ગયો હતો. સ્થાનિક મજૂરો દ્વારા તેમને બહાર કાઢી તપાસ કરતા ટ્રેકટર ચાલક પરભુભાઈ સુરજીભાઈ ઝાટિયાનુ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...