પાણી ભરાતા ટ્રાફિક જામ:કડોદરામાં મળસ્કે ધોધમાર વરસાદથી હાઇવે પર 2 ફૂટ પાણી, નીચાણવાળા અનેક વિસ્તારોમાં ભરાવો

બારડોલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
કડોદરા સુરત રોડ પર હરિપુરા ગામના પાટીએ હાઇવેનો 200 મીટરથી વધુનો ભાગ 2 ફૂટ પાણીમાં ગરકાવ થઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. - Divya Bhaskar
કડોદરા સુરત રોડ પર હરિપુરા ગામના પાટીએ હાઇવેનો 200 મીટરથી વધુનો ભાગ 2 ફૂટ પાણીમાં ગરકાવ થઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
  • મોડી રાતે શરૂ થયેલા ધોધમાર વરસાદથી કડોદરા ચાર રસ્તા પર પાણી ભરાયા, 2 કલાકે પાણીનો નિકાલ
  • હાઇવે પર હરીપુરા પાટિયા પાસે પાણી ભરાતા ટ્રાફિક જામ થયો, નોકરિયાત અને વિદ્યાર્થીઓને સમયસર પહોંચવામાં તકલીફ થઈ

થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાનો ધમાકેદાર ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. પલસાણાના કડોદરા વિસ્તારમાં મળસ્કે ધોધમાર વરસાદ વરસતા નગરના નીચાણ વિસ્તાર વરસાદી પાણીમાં ફરી ડૂબી ગયા હતા. સુરત કડોદરા હાઇવે પર હરીપુરા ગામના પાટિયા પાસે 2 ફૂટ ં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહારને અસર થઈ હતી.

હાલમાં જ શેરડીની રોપણીની સિઝન ચાલુ હોય, ખેતરમાં પાણીની જરૂરીયાત સમયે ધોધમાર વરસાદ તો, બીજી તરફ રોપણી થઈ ગઈ હોય અને અચાનક વરસાદના કારણે પાણીનો ભરાવો થતાં ખેડૂતમાં પણ કહી ખુશી, કહી ગમ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. કડોદરાં ચાર રસ્તા પર પાણીનો ભરાવો થયો હતો.

ધોધમાર વરસાદના કારણે ભરાવો થયેલુ પાણી પણ 2 કલાકે વહી ગયું હતુ. વરસાદના કારણે નોકરીત વર્ગોનું જનજીવન ખોરવાયું હતું. મંગળવારે સવારે 10 વાગ્યા સુધી નોંધપાત્ર વરસાદ પડતાં હાઇવે સહિત માર્ગ પર પાણીનો ભરાવો થયો હતો. કડોદરા જલારામ નગર, હળપતિ વસાહત તેમજ નીચાણ વાળા વિસ્તારમાં તેમજ ચાર રસ્તા પર લાકડાવાળા કોમ્પલેક્ષમાં મળસ્કે જ પાણી ભરાઈ ગયા હતા.

ભારે વરસાદના કારણે કડોદરાથી સુરત તરફ જતા માર્ગ પર ટ્રાફિક
મંગળવારે મળસ્કે વરસેલા ધોધમાર વરસાદના કારણે વાહન વ્યવહારને ભારે અસર થઈ હતી. કડોદરા સુરત હાઇવે પર હરિપુરા ગામના પાટીયાએ હાઇવે પર 2 ફૂટથી વધુ પાણી ભરાતા સવારથી ભારે ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાય હતી. જેના કારણે શાળા કોલેજના વિદ્યાર્થીઓ, નોકરિયાતવર્ગને અવર જવરમાં મુશ્કેલી થઈ હતી. સમયસર પહોંચવામાં અડચણ આવી હતી.

અન્ય સમાચારો પણ છે...