• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • Today, The Administration Is Busy With PM's Program, If You Go Out, It Will Be Difficult To Meet ST, If You Go For Government Work, You Will Have To Return.

જનતા સાવધાન:આજે વહીવટી તંત્ર PMના કાર્યક્રમમાં વ્યસ્ત, બહાર નીકળશો તો ST મળવી મુશ્કેલ થશે, સરકારી કામ માટે જશો તો ફેરો પડશે

બારડોલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી કાર્યક્રમને લઇ તલાટી, ગ્રામ સેવક, શિક્ષકો, આંગણવાડી અને આશાવર્કરથી લઈ ઉચ્ચ અધિકારીઓ આજે મળવા અઘરા

આજે પ્રધાન મંત્રી દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે નવસારીના ખુડવેલ ગામે ગુજરાત ગૌરવ અભિયાન સંમેલનની જંગી જાહેર સભા સંબોધવાના હોય સભામાં પ્રદેશ ભાજપે 5 લાખ લોકોને હાજર રાખવાનો સંકલ્પ સાથે વિશાળ સભા મંડપ તૈયાર કર્યો છે. ત્યારે આ સભાની જનમેદની ભેગી કરવા માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર પણ કામે લાગ્યું છે.

એસટી બસો કાર્યક્રમોમાં જતાં મુસાફરોને હાલાકી થશે
​​​​​​​
તલાટી, ગ્રામ સેવક, શિક્ષકો આંગણવાડીવર્કર આશાવર્કરથી લઈ ઉચ્ચ અધિકારીઓ સુધીના તમામ વહીવટી તંત્ર સભામાં મેદની ભેગી કરવાના કામે લાગ્યું હોવાથી 10 તારીખે જિલ્લાની સામાન્ય જનતાના કોઈ સરકારી કામો થવા અઘરા છે. સાથે જ એસટી બસો પણ લોકોને સભા સ્થળે લઈ જવાના કામે લાગી હોવાથી બહાર ગામ મુસાફરી કરવામાં પણ લોકોને હાલાકી થઈ શકશે.

નાના ફેરિયાઓ-લારી ગલ્લા વાળાને હાજરી આપવા અપીલ
નવસારી જિલ્લામાં પ્રધાન મંત્રી આવી રહ્યા છે ત્યારે સમગ્ર દક્ષિણ ગુરાત સહિત રાજ્ય ભાર માથી મોટી સંખ્યામાં પ્રધાન મંત્રીની સભામાં હાજર રહેવા માટે સામાન્ય નાગરિકને પણ તંત્ર દ્વારા જણાવાયું છે. ત્યારે બારડોલી વિસ્તારના નાના ફેરિયાઓ તેમજ લારી ગલ્લા વાળાને પણ પીએમના કાર્યક્રમમાં હાજરી આપવા અપીલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આમ સુરત જિલ્લા વહીવટી તંત્ર વડાપ્રધાનનો કાર્યક્રમ સુપેરે પાર પાડવાના કામે લાગ્યું છે. ત્યારે આમ જનતાના સરકારી કામો આજના દિવસે થવા મુશ્કેલ બન્યા છે. ઉપરાંત એસટી બરો પણ કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી લોકોને બહાર ગામ ફરવા જવા માટે બસ મળવામાં હાલાકી થવાની શક્યતા રહેલી છે.

આજે 900 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને 2150 કરોડના કામોનું ખાતમુર્હૂત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુડવેલથી દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાના સામૂહિક રીતે અંદાજીત રૂ.900 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને અંદાજીત રૂ.2150 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત કરશે. જેમાં વડાપ્રધાન સુરત જિલ્લા માટે ‘માંડવી ગૃપ ફોર સુરત જૂથ પાણી પૂરવઠા યોજના’નું ખુડવેલથી ઈ-ખાતમુહૂર્ત કરશે.

લારી-પાથરણાવાળાને હાજર રહેવા અપીલ
નવસારીના ખુડવેલ ખાતે યોજાનાર મોદીના કાર્યક્રમમાં જનમેદની એકત્ર કરવા માટે બારડોલી નગર પાલિકા દ્વારા પણ લારી ગલ્લા, પાથરણાવાળા અને ટપરી વાળાઓને મોદી સાહેબના કાર્યક્રમમાં હાજર રહેવા અનુરાધ કરાયો હતો. તેમજ આવાસ તથા વિવિધ યોજનાના લાભાર્થીઓને પણ સભામાં ઉપસ્થીત રહેવા અપીલ કરાઇ હતી.

બારડોલી-મહુવા-અનાવલ હાઇવે વન-વે
પીએમના કાર્યક્રમને લઇ બારડોલી પ્રાંત અધિકારી જાહેર કરેલ હુકમમાં જણાવ્યા મુજબ ધુલિયા ચોકડીથી કણાઈ ત્રણ રસ્તા-તરસાડી ત્રણ રસ્તા-મહુવા પૂર્ણા નદી નવો બ્રિજ- મિનયા પૂર ત્રણ રસ્તા- કાછલ-કારચેલીયા-વાંસકુઇ અને વાસકુઇથી અનાવલ અને વાસકુઇથી સણવલ્લા ત્રણ રસ્તા સુધી વનવે તેમજ મોટા વાહનો માટે પ્રતિબંધ રાખવામા આવ્યો છે. આ પ્રતિબંધ 10 જૂન સવારે 5 વાગ્યાથી સવારે 10 વાગ્યા દરમિયાન રહેશે જોકે મેડિકલ, ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.

શિક્ષકોને લોકોને ફોન કરવાનું કામ સોંપાયું
વેકેસન બાદ શાળા શરૂ થવાને હવે ગણતરીના દિવસો બચ્યા છે. ત્યારે પ્રાથમિક શાળાના શિક્ષકોને ગ્રામજનોના નામ અને ફોન નંબર સાથેની યાદી આપી ફોન કરી પ્રધાનમંત્રીની સભામાં જવા માટે તૈયાર કરવાની જવાબદારી સોંપાઇ હતી.​​​​​

અન્ય સમાચારો પણ છે...