ગૂંજશે જય જલારામની ગૂંજ:આજે સુરત-તાપી જિલ્લામાં ઠેર-ઠેર ગૂંજશે જય જલારામની ગૂંજ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બાપાની 223મી જન્મજયંતી નિમિત્તે બારડોલીનું જલારામ મંદિર રોશનીથી જળઝળી ઉઠ્યું છે. તેમજ બાપાની ભવ્ય બગી શણગારાઇ છે. આ ઉપરાંત ભગવાનને  વિવિધ 100થી વધુ વાનગીઓનો અન્નકુટ અર્પણ કરવામાં આવશે. - Divya Bhaskar
બાપાની 223મી જન્મજયંતી નિમિત્તે બારડોલીનું જલારામ મંદિર રોશનીથી જળઝળી ઉઠ્યું છે. તેમજ બાપાની ભવ્ય બગી શણગારાઇ છે. આ ઉપરાંત ભગવાનને વિવિધ 100થી વધુ વાનગીઓનો અન્નકુટ અર્પણ કરવામાં આવશે.
  • ઉજવણી| આજરોજ જલારામ જયંતિ નિમિત્તે બારડોલી સહિતના અનેક મંદિરોમાં વિશેષ કાર્યક્રમો યોજાશે

31મી ઓક્ટોબરના રોજ બારડોલી સ્થિત જલારામ મંદિરે બાપાની 223મી જન્મજયંતીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દિવસે વહેલી સવારથી ધાર્મિક કાર્યક્રમો તેમજ સમાજ ઉપયોગી કાર્યક્રમ કરવામાં આવશે. જલારામ જયંતીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

બારડોલી નગરની મધ્યમાં આવેલ જલારામ મંદિરે ભક્તરાજ જલારામ જલારામ પ્રાર્થના સમાજ દ્વારા ધામધૂમથી જલારામ જયંતની ઉજવણી કરામાં આવનાર છે. ગત બે વર્ષ દરમિયાન કોરોના સંક્રમણને કારણે જલારામ મંદિરે સાદાઈથી ઉજવણી કરામાં આવી હતી. આ વર્ષે રાબેતા મુજબ ઉજવણી કરવામાં આવનાર છે. જે અંગે મંદિરનાપૂજારી જીતુભાઈના જણાવ્યા અનુસાર બાપાની 223મી જન્મજયંતી પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.

જેમાં વહેલી સવારે 4.30 કલાકે આરતી, 4.45 કલાકે અન્નકુટ દર્શન, 9.00 કલાકા પાદુકા પૂજન, સત્યનારાયણ મહાપૂજા, 9.30 કલાકે રક્તદાન શિબિર, 10 કલાકે ધ્વજા રોહણ, 11 કલાકે મહાપ્રસાદી, 2.00 કલાકે સંગીતમય સામૂહિક જલારામ બાવની (11 વખત), 7.00 કલાકે સંધ્યા આરતી 7.15 કલાકે અન્નકુટ પ્રસાદ વિતરણ, 7.30 કલાકે પંચાગ વિમોચન તેમજ રાત્રે 9.00 કલાકે લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિવેક સાચલા, જિગીશાબેન સુરતી અને હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા રમઝટ જમાવશે. જેની તમામ તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...