તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ધોવાણ અટકાવવા લિંકરોડના નીચા ભાગમાં પીચિંગ અને ઉંચા ભાગ પર દિવાલ બનાવાશે

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેનાલનો લિંકરોડની સાઇડમાં ધોવાણ થઈ શકે તેમ હોવાથી, જરૂર જણાય દીવાલ અને પીચિંગ કરવાનું નક્કી કરાયું છે. - Divya Bhaskar
કેનાલનો લિંકરોડની સાઇડમાં ધોવાણ થઈ શકે તેમ હોવાથી, જરૂર જણાય દીવાલ અને પીચિંગ કરવાનું નક્કી કરાયું છે.
  • કન્સલ્ટનની ટીમ સાથે લિંકરોડનો સર્વે કરી બારડોલી પાલિકાએ લીધો નિર્ણય
  • હાલ માર્ગની એક સાઈડનું કામ શરૂ કરાશે, ચોમાસા બાદ બીજી તરફનું

બારડોલી નગરનો કેનાલનો બન્ને તરફનો લિંકરોડ 4 કરોડનો ખર્ચે આરસીસી બનાવ્યા બાદ, વધુ 80 લાખના ખર્ચે સાઈડના ભાગને સીસી બનાવી પેવરનું કામ કરવામાં આવ્યું છે. પરંતુ આ લિંકરોડની હાઈટ વધારે હોય,અને સાઈડમાં ખેતરનો ભાગ નીચાણ હોવાથી પેવર સાથે સાઈડ ધસી શકે છે. ખર્ચો ભારે પડી શકે તેવી સ્થિતિ હોવાથી, નિરાકરણ લાવવા ગુરુવારે કારોબારી અધ્યક્ષ પાલિકાના કન્સલટનની ટીમ સાથે રહી સર્વે કર્યો હતો. અલંકાર સિનેમાંથી બારડોલી કડોદરા માર્ગને જોડતો કેનાલની બન્ને તરફનો 4 કરોડનો લિંકરોડ બારડોલીના કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર તેમજ ભૂતકાળના માજી શાસકોએ સારી મહેનત કરતા પરિણામ મળ્યું હતું.

જોકે, ટૂંકા સમયમાં એક તરફનો સીસીરોડ તૂટી ગયો એ પણ એક સત્ય હકીકત છે. વધુમાં આ માર્ગની બન્ને તરફની સાઈડની ખુલ્લી જગ્યામાં સીસી બનાવી ઉપર પેવરબ્લોકનું કામનો અંદાજીત 80 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. હાલ કામ પૂર્ણ થયું છે, પરંતુ સીસી માર્ગની હાઈટ અમુક જગ્યાએ વધારે હોય, બાજુમાં નિચાણમાં ખેતર હોવાથી ચોમાસુ દરમિયાન વાહનોની અવર જ્વર વચ્ચે પેવર સાથે ધસી જવાની પુરી શકયતા છે. જેથી પેવર બ્લોકનો કરેલ ખર્ચ ભારે પડી શકે.

પાલિકામાં નવા શાસકો સત્તામાં આવ્યા બાદ, આ લિંકરોડનું નિરાકરણ લાવવાના કામને પ્રથમ પ્રાધાન્ય આપી, ચોમાસુ નજીક હોવાથી ગુરુવારે નવા કારોબારી અધ્યક્ષ નીતિનભાઈ શાહ, બાંધકામ ચેરમેન જૈનીશભાઈ ભંડારી, એન્જીનીયર સહિત પાલિકાના કન્સલ્ટનની ટીમને બોલાવી એક તરફના ભાગનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ધોવાણ અટકાવવા માટેની કામગીરી બાબતે સૂચનો લેવામાં આવ્યા હતા. સર્વે બાદ લિંકરોડની સાઈડનું ધોવાણ અટકાવવા જ્યાં વધારે હાઈટ હોઈ, એવી જગ્યાએ દીવાલ બનાવવા અને ઓછી હાઈટની જગ્યાએ પીચિંગ કરવા માટે કન્સલ્ટને સલાહ આપી હતી.

જે આધારે કારોબારી અધ્યક્ષે એક તરફનો રસ્તાનું એસ્ટીમેન્ટ બનાવવા માટે સૂચના આપી છે. જોકે, તૂટી ગયેલા સીસી રોડ બાબતે હજુ સુધી કોઈ નિર્ણય લઈ શક્યાં નથી. નગરજનો ચોમાસામાં તૂટેલા સીસીરોડથી અવર જ્વર કરી સંતોષ માનવો પડશે.

માર્ગ પર દિવાલ અને પીચિંગ કામ હાથ ધરાશે
આરસીસી રોડની સાઈડ બાબતે કન્સલ્ટનને લઈ સર્વે કરાયો છે. ચોમાસુ પહેલા એક તરફનો માર્ગની સાઈડના અમુક જગ્યાએ દીવાલ અને અમુક ભાગે પીચિંગ કરવાનું નક્કી કર્યું છે. ચોમાસુની સીઝનમાં એક તરફની કામગીરી ચકાસ્યા બાદ, બીજી તરફનો માર્ગની સાઈડ બાબતે નિર્ણય લેવાશે. - નીતિન શાહ, કારોબારી અધ્યક્ષ, નગરપાલિકા બારડોલી

અન્ય સમાચારો પણ છે...