બેફામ તસ્કરી:કોરોનાથી બચવા પરિવાર સાસરીમાં રહેવા ગયો ને ચોરો ઘર સાફ કરી ગયા

બારડોલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીસીટીવીમાં કેદ થયેલા ઇકો વાન. - Divya Bhaskar
સીસીટીવીમાં કેદ થયેલા ઇકો વાન.
  • બાબેન ગામે કેબિનેટ મંત્રીના ઘર પાસે જ ચોરી, તસ્કરો CCTVમાં કેદ

બાબેન ગામે રહેતો પરિવાર ઘર બંધ કરી નજીકના ગામે આવેલી સાસરીમાં રહેવા ગયો હતો. જેનો લાભ લઇ તસ્કરો દાગીના અને રોકડા મળી 28 હજારની ચોરી કરી ગયા હતા.

2 કબાટના લોક તોડી અંદર મુકેલ સોના ચાંદીના દાગીના અને રોકડા 15 હજાર મળી 28 હજારની ચોરી કરી ભાગી ગયા હતા
બારડોલીના બાબેન ગામે મંગલદીપ સોસાયટીમાં રહેતા એક પરિવારમાં નાનાં બાળકો હોય, કોરોના મહામારીથી બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ઘર બંધ કરી નજીકના પણદા ગામે સાસરીમાં રહેવા ગયા હતા.ગુરુવારની રાત્રે 3 તસ્કરો ઇકો ગાડીમાં આવ્યા હતા, અને કેતન માહયાંવંશીના બંધ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં ઘૂસ્યા હતા. 2 કબાટના લોક તોડી અંદર મુકેલ સોના ચાંદીના દાગીના અને રોકડા 15 હજાર મળી 28 હજારની ચોરી કરી ભાગી ગયા હતા. બારડોલી ધારાસભ્ય અને કેબિનેટમંત્રી ઈશ્વરભાઈ પરમારના ઘર નજીક જ ચોરીનો ઘટનાનો અંજામ આપ્યો હતો. હકીકત અંગે બારડોલી પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાઇ છે.

વાન હાઇવે પર મુકી ગયા
બાબેન ગામે ઘરમાં ચોરી કરવા પહેલા તસ્કરોએ ઇકો ગાડી ચાણક્યપુરી સોસાયટીમાંથી ચોરી કરી હતી. ત્યારબાદ બાબેન ગામે ચોરી કરી હાઇવે પર ઇકો કાર બિનવારસી હાલતમાં છોડી ભાગી ગયા હતા. ચોરી કરવા કારમાંથી 3 તસ્કરો ઉતરતા, સીસી કેમેરામાં જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...