તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:અપક્ષ ઉમેદવારીથી બચવા પાર્ટીએ મોટાભાગના ઉમેદવારોને ચૂંટણીની તૈયારી કરવા સંકેત આપ્યા

બારડોલી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સુરત જિ. પં.માં નારાજ ઉમેદવારોથી પક્ષને થતું ડેમેજ અટકાવવા નવો કિમિયો

સુરત જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો સોમવારથી ભરાવાની શરૂઆત થઈ છે, ત્યારે જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદેશ કોંગ્રેસની મંજૂરીથી જિલ્લા પંચાયત બેઠક જીતી શકે એવા ઉમેદવારોને તૈયારી કરવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની જે બેઠકો પર વધુ દાવેદારોએ ચૂંટણી લડવા દાવેદારી કરી છે તેવી બેઠકો પર કોંગ્રેસે લોકોમાં નારાજગી થાય અને પાર્ટીમાં ડેમજ થતું આટકાવવા ખાનગીમાં ઉમેદવારોને ઉમેદવારી પત્રકો ભરવા માટે જરૂરી કાગળો તૈયાર કરવા જણાવવામાં આવ્યું છે

જેથી પાર્ટીના કોઈક દાવેદાર સમર્થકો સાથે અપક્ષ ઉમેદવારી ન કરી શકે અને પાર્ટીનું ડેમેજ કંટ્રોલ કરવા માટે કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા આવો નિર્ણય લેવાયો હોવાનું જણાઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીનું ડેમેજ કંટ્રોલ અપનાવવા ભાજપ દ્વારા પણ આવી જ ફોર્મ્યુલા અપનાવવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કદાવર નેતાઓની બેઠક અનામત હોય અન્યથી ચૂંટણી લડી શકે
ચાલુ વર્ષે ફાળવાયેલ જિલ્લા પંચાયતની 36 બેઠકોમાં જિલ્લા પંચાયતના કદાવર નેતાઓએ પોતાની બેઠક અનામત આવી હોવાથી અન્ય બેઠક પર ચૂંટણી લડવા જવું પડે એમ હોવાથી જિલ્લાની ઘણી બેઠકો પર આયાતી ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં ઝંપલાવી શકે છે. એને લીધે કોઈ અપક્ષ ઉમેદવારી ન કરે એવાતનું ધ્યાન રાખી ખાનગી રાહે ઉમેદવારોને સંકેત આપવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો