રક્ષાબંધનનો તહેવાર 11મી ઓગસ્ટના રોજ સવારે 10:39 થી 8:52 સુધી ભદ્રા છે અને શાસ્ત્રો અનુસાર રક્ષાબંધનનો તહેવાર ભદ્રા મુક્ત રહેશે.11મીએ ચલનું ચોઘડિયું રાત્રે 8:52 થી 9:48 સુધી રહેશે.રાત્રે 8:52 વાગ્યા પછી રાખડી બાંધવી યોગ્ય રહેશે. મુહૂર્ત 56 મિનિટનું છે.
યગ્નાચાર્ય હિરેન જાની તથા અન્ય જાણકારોના જણાવ્યા અનુસાર પંચાગ પ્રમાણે જ્યોતિષના નિયમ પ્રમાણે આ વર્ષે રક્ષાબંધન ચૌદશના દિવસે છે. શ્રાવણ સુદ ચૌદશને ગુરુવાર તારીખ 11-8-2022ના દિવસે ચૌદશતિથી સવારના 10.39 સુધી છે. ત્યારબાદ પૂનમ તિથી છે. તથા શુક્રવારે પૂનમના દિવસે પૂનમથી સવારના 7.06 કલાક સુધી જ હોય, અને શુક્રવારે એકમતિથી ક્ષયતિથી હોતા આ વર્ષે રક્ષાબંધન શ્રાવણ સુદ ચૌદશને ગુરુવારે ઉજવાશે, અને રાખડી બાંધવી પણ ચૌદશને ગુરુવારે ઉત્તમ રહેશે.
ખાસ કરીને રાખડી બાંધવામાં અને જનોઈ નવી ધારણ કરવામાં વિશિષ્ટકરણનો દોષ લાગતો હોય છે, પરંતુ આ વર્ષે ગુરુવારે ચૌદશના દિવસે મકર રાશીના ચંદ્રમાં વિષ્ટકરણ છે. આથી વિષ્ટકરણ એટલે કે ભદ્રા પાતાળમાં છે. આથી દોષકારક નથી. આમ ગુરૂવારે 11-8-2022ના દિવસે સવારે 10.39 પછી પૂનમ તિથી હોય. રાખડી બાંધવી તથા નવી જનોઈ એટલે યગ્નોપવિત ધારણ કરવી શુભ અને ઉત્તમ રહેશે.
આ વખતે મકર રાશિના ચંદ્રમાં વિષ્ટકરણ દોષ કારક નથી
અભિજીત મુહૂર્ત બપોરે 12.26થી 1.18, સવારે ચલ 11.15થી 12.42, બપોરે લાભ 12.52થી 2.29, અમૃત 2.29થી 4.06, સાંજે શુભ 5.43થી 7.20, પ્રદોષકાળ પ્રમાણે 7.21થી 8.49, રાત્રે અમૃત 7.20થી 8.43, ચલ 8.43થી 10.06
રાશિ અનુસાર રાખડી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.