ઉમરપાડા તાલુકાના અંબાડી ગામના જંગલમાં દારૂ આપવા અને લેવા આવેલા ત્રણ ઈસમોને પોલીસે ₹ 94,380ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે દારૂ મોકલનારા બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
ઉમરપાડા પોલીસ મથકના હે.કો. પ્રફુલભાઈ સાકરભાઇ અને મૌલિકભાઈ હસમુખભાઈને બાતમી મળી હતી કે ડેડીયાપાડાના ચિકદા ગામના બે ઈસમો સાગબારાથી પલસર બાઈક ઉપર દારૂ લઈ ઉમરપાડા તાલુકાના સરદા ગામના ચંદ્રસિંગ વસાવાને આપવા અંબાડી જંગલમાં આવનાર છે.
જેથી પો. સ. ઇ. એ. જે. દેસાઇ હે.કો. રણજીતભાઈ , તૃષિતભાઈ મનસુખભાઈ, ગોપાલભાઈ ભગતભાઈની ટીમે વોચ ગોઠવી હતી ત્યારે એક ઇસમ સ્પ્લેન્ડર બાઈક લઈને ઉપરોક્ત જગ્યાએ આવ્યો હતો. ત્યારબાદ પલ્સર બાઈક લઈને બે ઇસમો દારૂ આપવા આવ્યા હતા ત્યારે આપવા અને લેવા આવેલા ત્રણેય ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા.
દારૂ આપવા આવેલા ઈસમે પોતાનું નામ સુરજકુમાર વસાવા અને સંતોષકુમાર વસાવા હોવાનું જણાવ્યું હતું તેઓ પાસેથી કુલ 192 નંગ દારૂની બોટલો કબજે લીધી હતી જેની કિંમત 26,880 તેમજ દારૂ લેવા આવેલા ઈસમનું નામ ચંદ્રસિંગ વસાવા હોવાનું જણાવ્યું હતું ત્રણેય પાસેથી મોબાઇલ રોકડ મ બે બાઈક મળી કુલ 94,380નો મુદ્દામાલ કબજે લીધો હતો. પૂછપરછ કરાતા દારૂ સાગબારાના શાહિદ મેમણ અને તેનો માણસ કલ્પેશ વસાવા દ્વારા અપાયો હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે બંને ને વોન્ટેડ જાહેર કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.