ધરપકડ:કરંજ ગામમાં ખુલ્લામાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

માંડવી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંડવી પોલીસ મહાનિર્દેશક ડો. એસ. પી. રાજકુમારની રાબરી હેઠળ એસપી ઉષા રાડા તરફથી મળેલી સૂચના મુજબ ડીવાસપી રૂપલ સોલંકીના માર્ગદર્શન હેઠળ માંડવી પીએસઆઈ બી. એસ. ગામીત કરંજ વિસ્તારમાંથી મોટી રકમ સાથે જુગારિયાઓને ઝડપી પાડવામાં સૂચના મળી હતી.

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર માંડવી પોલીસને મળેલી બાતમી આધારે પીએસાી બી. એસ. ગામીત સહિતની ટીમ કરંજ ગામની સીમમાં આવેલ ક્રિષ્ના ટ્રેડર્સ કંપનીની આગલ છાપો મારતાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા બજરંગભાઈ ધીરુભાઈ (45 ) (રહે. કીમ રાજેશ્વરી એપાર્ટ મેન્ટ) તથા લાલુ વશરામભાઈ પટેલ (35) (રહે. સુરત સરથાણા જકાતનાકા) તેમજ જગદીશભાઈ ગાંડુભાઈ પટેલ (51) (રહે. સીમાડા, નાકા ગૌરવપાર્ક સોસાયટી) મુદ્દામાલ સાથે આબાદ ઝડપી પાડી તેમની પાસેથી 91720 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત લઈ આગળની કાયદસરની કાર્યવાહી હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...