છેલ્લી ત્રણ ટર્મથી બારડોલી નગરપાલિકામાં શાસકો ચૂંટાઈને આવે અને એક વખત ગાંધીરોડથી ગૌરવપથને જોડતો માર્ગ, જે પહેલા ટીપી હતો અને હવે ટીપીનં 3 થઈ છે. જેની માપણી જરૂર કરાવતા હોય છે. તાજેતરમાં નવા શાસકોએ ફરી એકવખત આ માર્ગને ખુલ્લો કરવા માટે અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચીને માપણી કરાવી, અને ડીમાર્કેશન પણ કરાવ્યું છે.
પરંતુ, અત્યાર સુધીમાં 80 ફૂટનો માર્ગ પરના દબાણને એકપણ ટર્મના શાસકો હટાવી શક્યા નથી અને રસ્તો ખુલ્લો કરી શક્યા નથી. ત્યારે ફરી એક વખત શાસકો મેદાનમાં આવતા, આ માત્ર દેખાડો છે, કે પછી હકીકતમાં માર્ગ ખુલ્લો કરાવી શકશે ખરા ? જેવા પ્રશ્નો ઊઠી રહ્યા છે. બારડોલીના ગાંધીરોડ પર બીનીતાપાર્કની બાજુમાંથી પસાર ડીપી રોડ જે મુખ્યમાર્ગને મળે છે.
છેલ્લા પંદરેક વર્ષ પહેલાથી આ માર્ગને ચાલુ કરવા, પાલિકાના ચૂંટાઈને આવતા શાસકો એક વખત અભિયાન હાથમાં લેતાં હોય છે. માપણી કરાવીને ડીમાર્કશન પણ કરાવે છે, પરંતુ ત્યાર પછી એક શાસકો પાણીમાં બેસી જતા હોય છે અને ટર્મ પૂરી થઈ જતી હોય છે. બીજા શાસકો આવી ફરી એજ પુનરાવર્તન કરતા આવ્યા છે. ત્રણ ટર્મ પૂરી થઈ ગઈ છે.
પરંતુ એકમાત્ર ગાંધીરોડ પરનું કોમ્પલેક્ષ ડીમોલિશન સિવાઈ કશું પોગ્રેશ થયું નથી. પાલિકાના સુવર્ણ ઇતિહાસમાં આ નોંધ છે. ડીપી માર્ગ હવે, વર્ષ 2017માં ટીપી નં.3 મંજૂર થઈ જતાં ટીપીનો માર્ગ થયો છે. પરંતુ શાસકો માર્ગ ખુલ્લો કરી શક્યા નથી. હાલના ચૂંટાયેલ શાસકોને પણ આ મુદ્દો ધ્યાનમાં આવ્યો છે, પાલિકાના અધિકારીઓ સાથે ફરી આજ માર્ગની માપણી કરાવીને ડીમાંર્કેશન પણ કરાવ્યું છે.
પરંતુ આ 80 ફૂટના માર્ગ પર રહેણાક, કોમર્શિયલ અને ધાર્મિક સ્થળ આવતું હોવાથી જેનું દબાણ હટાવવા પાલિકાના શાસકો માટે લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે. ત્યારે શાસકો પાલિકાના વધતા જતા ટ્રાફિકના ભારણને હળવું કરવા માટે ટીપી નં.3 માર્ગ ખુલ્લો કરાવી શકશે ખરા ? જેવા પ્રશ્ન પણ ઊઠયા છે. સાથે, શાસકોનો ફરી માત્ર દેખાડો જ સાબિત થશે, કે હકીકતમાં નગરજનોના હિત માટે દબાણ ખુલ્લું કરાવી શકશે ખરા ? એ માટે સમયની વાટ જોવી રહી.
આ મિલકતો ટીપી માર્ગમાં દબાણમાં આવે
પાલિકાએ ટીપી નં 3નો માર્ગ ખુલ્લો કરવા તાજેતરમાં માપણી સાથે ડીમાર્કેશન કરવામાં આવ્યું છે. આ 80 ફૂટના માર્ગ પર 7 મિલકતો દબાણમાં આવતી હોવાનું પાલિકાના બાંધકામ અધિકારીએ જણાવ્યું હતું. જેમાં એક બાળાદેવી સોસાયટીનું મકાન, એક દુકાન, મંદિર, મદારીયા સમાજનું બિલ્ડીંગ, કમ્પાઉન્ડ વોલ, રૂમ, એન્જિનિયરિંગ આવતું હોવાનું જણાવ્યું હતું.
રસ્તો ખુલ્લો થતાં ટ્રાફિક હળવો થઇ શકે
ગાંધીરોડથી મૂખ્ય માર્ગ પર જવા જલારામ મંદિરનો માર્ગ એકમાત્ર મોટો વિકલ્પ છે. જેથી ટ્રાફિકનું ભારણ છે. જો, આ ટીપી રસ્તો ખુલ્લો થાય તો, ટ્રાફિક વહેચાશે . નગરજનોને બે માર્ગની સુવિધા મળી શકે. કારણ સર્વોદય સોસા.માં ભારે વાહનો અવર જવર કરી શકતા ન હોવાથી, સ્ટેશન રોડ, અને સુરતી જકાતનાકા રોડ બેજ ઓપ્શન હતું, આ માર્ગની સુવિધાથી ભારે વાહનોને પણ ઓપ્શન મળી રહેશે.
ખુલ્લું મળે એટલામાં રસતો
ગાંધીરોડથી ગૌરવપથને જોડતા માર્ગ ટીપી નં.3નો માર્ગની માપણી સાથે ડીમાંર્કેશન કરાયું છે. હાલ જ્યાં જેટલું માપ મળે એટલો માર્ગ ખુલ્લો કરવાનું નક્કી કર્યું છે. બાળા દેવી મંદિર નજીક 40 ફૂટ પહોળાઇ મળે છે, બાકી લગભગ 60થી 80 ફૂટની પહોળાઇ મળે છે. પંકજ પટેલ, બાંધકામ અધિકારી, બારડોલી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.