• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • Three Days Earlier In Mahuva There Had Been An Incident Of Drowning Of A Young Man In The Purna River; After A Heavy Search, The Family Is In Mourning After Finding The Body Of The Young Man

અંતે યુવકનો મૃતદેહ જ હાથ લાગ્યો:મહુવામાં ત્રણ દિવસ અગાઉ પૂર્ણા નદીમાં યુવાન ડૂબ્યાની ઘટના બની હતી; ભારે શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ મળતા પરિવાર શોકમાં

બારડોલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવાના કવિઠા ગામેથી પસાર થતી પૂર્ણા નદીમાં 26 વર્ષીય માછીમાર યુવાન ડૂબ્યાની ઘટના બની હતી. 3 દિવસ પહેલાં નદીના ઊંડા પાણીમાં યુવાન ડૂબી ગયા બાદ ફાયર વિભાગની ટીમે સતત શોધખોળ કરી હતી. જે યુવાનનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, મહુવા તાલુકાના કવિઠા ગામે રહેતો 26 વર્ષીય યુવાન સંજયભાઈ હળપતિ તા-6 જાન્યુઆરીના રોજ ગામની સીમમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં માછલી પકડવા માટે ગયો હતો. તે દરમિયાન સાંજે અચાનક ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. ઘટના અંગે ગામના સરપંચને જાણ થતા સરપંચ હેમંતભાઈ પટેલ દ્વારા મહુવા પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા તંત્ર દ્વારા ત્વરિત યુવાનની શોધખોળ હાથ ધરાઈ હતી. બારડોલી તેમજ અન્ય સુરત ફાયર બ્રિગેડની ટીમની પણ મદદ લેવામાં આવી હતી.

બીજા દિવસે મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરવા છતાં પણ પાણી વધુ હોવાથી યુવાનની કોઈ ભાળ મળી ન હતી. 48 કલાકથી વધુ સમય થવા છતાં પણ યુવાનની કોઈ ભાળ ન મળતા પરિવારજનો નિરાશ થઈ ગયાં હતાં. જેને જાગૃત સરપંચ હેમંતભાઈ દ્વારા મહુવા મામલતદારને પત્ર લખી યુવાનની શોધખોળ હાથ ધરવા માટે એન.ડી.આર.એફ ટીમની માંગણી કરી હતી. ત્યારબાદ બીજા દિવસે તા. 9/01/2023ને સોમવારના રોજ સવારે યુવાનનો મૃતદેહ નદીના પાણીમાંથી મળી આવ્યો હતો. જેથી સરપંચ દ્વારા મહુવા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...