દુર્ઘટના:માડવી ઝંખવાવ રોડ પર અજાણ્યા વાહન અડફેટે ત્રણ ગાયના મોત

માંડવી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
માડવી ઝંખવાવ રોડ પર વાહન અડફેટે 3 ગાયના મોત - Divya Bhaskar
માડવી ઝંખવાવ રોડ પર વાહન અડફેટે 3 ગાયના મોત
  • પ્રાણી ફાઉન્ડેશન દ્વારા મૃતદેહોની સન્માન સાથે અંતિમવિધી

માડવી ઝંખવાવ રોડ પરથી પસાર થઈ રહેલી ગાયોને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં ત્રણ ગાયના મોત થયા હતા. ગૌમાતાના અકસ્માતના સમાચારથી જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ માડવી ઝંખવાવ રોડ પર રૂપણ ગામની સિમ આગળ મગળવારની વહેલી સવારે અંદાજિત મળસ્કે 3 વાગ્યાની આસપાસ કોઈ વાહન ચાલકે ત્રણ ગાયોને અડફેટે લઈ લીધાની જાણ પ્રાણી ફાઉન્ડેશનને થતાં કાર્યકરો સ્થળ પર પહોંચી જતાં એ ગાયોના સ્થળાં પર મોત થયા હતા, જ્યારે એક ગાય જીવિત જણાતા તબીબી સારવારના પ્રયાસો કરાયા હતા પરંતુ તેનું પણ મોત નીપજયું હતું. આમ વાહન અડફેટે એકસાથે ત્રણ ગાયોના મોતથી ચકચાર મચી ગઈ હતી. પ્રાણીન ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા વિધિવત સન્માન પૂર્વક ત્રણે ગૌમાતાની ભારે હૈયે અંતિમ વિધિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...