તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સઘન ચેકિંગ:પોલીસનું થર્ટી ફર્સ્ટનું કાઉન્ટડાઉન શરૂ, ડિવિઝનમાં આવતા 5 પોલીસ મથક વિસ્તારના ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, ડીજે સહિતના માલિકોને પોલીસે નોટિસ આપી ચેતવ્યા

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
31 ડિસેમ્બરને અનુલક્ષી બારડોલી સુરતી જકાતનાકા પાસે વાહન ચેકીંગ કરતી પોલીસ. - Divya Bhaskar
31 ડિસેમ્બરને અનુલક્ષી બારડોલી સુરતી જકાતનાકા પાસે વાહન ચેકીંગ કરતી પોલીસ.
 • બારડોલી ડિવિઝનમાં 2 દિવસ ડ્રાઇવ, પોલીસ સિવિલ ડ્રેસમાં કરશે સતત સઘન ચેકિંગ

31 ડિસેમ્બરની ઉજવણી કરવા અને નવા વર્ષને આવકારવા માટે વિવિધ જગ્યાઓ પર પાર્ટીનું આયોજન કરતાં હોય છે. પાર્ટીઓની સાથે સાથે દારૂનો નશો થતો હોય છે. તાજેતરમાં કોરોના મહામારીમાં લોકો ભેગા થતા મહામારી ફેલાવાની શકયતા વધી જાય માટે બારડોલી નાયબ પોલીસવડાએ ડિવિઝનમાં આવતાં 5 પોલીસ મથક વિસ્તારના ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, મંડપ ડેકોરેટર્સને પાર્ટી સહિતના કોઈ આયોજન ન કરવાની નોટિસ આપવામાં આવી છે. 30મી અને 31મી બે દિવસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. દારૂની હેરાફેરી, નશો કરનાર અને પાર્ટી કરનારાઓ સામે પોલીસ કડક વલણ અખત્યાર કરવા જણાવેલ છે. થર્ટીફસ્ટનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. લોકો થર્ટી ફસ્ટની ઉજવણી અને નવાવર્ષને આવકારવા માટે વિવિધ આયોજન કરાતાં હોય છે. જેને આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરવા માટે પોલીસ પહેલાથી જ સક્રિય બની છે. બારડોલી નાયબ પોલીસ વડા રૂપલ સોલંકીએ 31 ડિસેમ્બરની ઉજવણીમાં કોવિડની ગાઈડ લાઈનનું પાલન થઈ ના શકે માટે, પહેલાથી જ આયોજન ન કરવા જણાવેલ છે.

થર્ટી ફસ્ટની ઉજવણીના નામે દારૂનું સેવન કરનારાઓ પર પોલિસ આફત બની શકે છે.બારડોલી ડિવિઝનમાં આવતાં બારડોલી, પલસાણા, માંડવી, મહુવા પોસ્ટેના અમલદારોને 30 અને 31 ડિસેમ્બર 2 દિવસ માટે ડ્રાઈવનું આયોજન કરેલ છે. જેને કારણે દારૂ પીને ફરતા લોકો ઝડપાશે, તો તેમના વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.

ડિવિઝન પોસ્ટેની અંદર આવતાં પાર્ટીપ્લોટ, ફાર્મ હાઉસ ચેક કરવા તેમજ શંકાસ્પદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવશે. દારૂ જુગારની પ્રવૃત્તી કરતાં ઈસમો તેમજ બુટલેગરો પર રેડ કરી અસરકારક કામગીરી કરવામાં આવશે. તેમજ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ તથા પાર્કિંગ વિસ્તારો અને અવાવરુ જગ્યાઓ ફાર્મ હાઉસ પર કે હોટલો ચેક કરી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ જણાય આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાના સૂચના આપવામાં આવી છે. બારડોલી ડિવિઝનના 5 પોલીસ મથકોમાં આવતા ફાર્મ હાઉસ, મંડપ સર્વિસ, પાર્ટી પ્લોટના માલિકોને પહેલાથી જ નોટિશ આપી પાર્ટી જેવા કોઈ આયોજન ન કરવાની સૂચના આપવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારના એન્ટ્રી તથા એક્ઝિટ રસ્તાઓ પર પોલીસ સઘન વાહન ચેકિંગ કરી રહી છે
31ની ઉજવણી કરનારાઓ પર પોલીસે લાલ આંખ કરતા નગરો અને ગ્રામ્ય વિસ્તારના એન્ટ્રી તથા એક્ઝિટ રસ્તાઓ પર પોલીસ સઘન વાહન ચેકિંગ કરશે. નગરમાં જુદીજુદી જગ્યાઓ પર પોઈન્ટ બનાવી ચેકિંગ કરશે. પોલીસ કર્મચારીઓ સતત વાહન ચેકિંગ તેમજ બ્રેથ એનાલાઈઝર અને પોકેટ મોબાઈલનો ઉપયોગ કરી નશો કરેલી હાલતમાં જણાશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
સિવિલ ડ્રેસમાં પોલીસ પેટ્રોલિંગ કરશે
30 અને 31 બે દિવસ પોલીસ ડ્રાઈવમાં પોલીસ સિવિલ ડ્રેસમાં રહેશે, તેમજ શંકાસ્પદ જગ્યાઓ પર પોલીસ પેટ્રોલિંગ કરશે. જેથી કોઈપણ કાયદાનો ભંગ કરશે તો ચોક્કસ પણે પોલીસ કાર્યવાહી કરશે.
આયોજન ન કરવા નોટિસ આપવામાં આવી
બારડોલી ડિવિઝનમાં આવતા તમામ ફાર્મહાઉસ, પાર્ટી પ્લોટ, મંડપ ડેકોરેટર્સ, ડી જે વાળા સહિતના માલિકોને કોવિડની ગાઈડ લાઈન આધારે આયોજન ન કરવા નોટિસ આપવામાં આવી છે. જો પાર્ટી કરતા પકડાશે તો સીધી કાયદેસરની કાર્યવાહી થશે. > રૂપલ સોલંકી, નાયબ પોલીસવડા, બારડોલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો