તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બારડોલી નગરપાલિકાની 9 વોર્ડની ચૂંટણીનું મંગળવારે ચિત્ર સ્પષ્ટ થયું છે. નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણીમાં ત્રીજો પક્ષનો પ્રવેશ થયો છે. આમ આદમી પાર્ટીના 11 ઉમેદવારો ચૂંટણી લડશે. મંગળવારે ઉમેદવારીપત્ર ખેંચવાના અંતિમ દિવસે વોર્ડ નં. 9માં આમ આદમીપાર્ટીના એકમાત્ર ઉમેદવારે ફોર્મ ખેંચ્યું હતું. જોકે, આમ આદમી પાર્ટીમાંથી વોર્ડ નં. 3માં પુત્ર અને વોર્ડ નં. 4માં પિતા ચૂંટણી લડી રહ્યા છે. પાલિકાની ચૂંટણી માટે ભાજપ , કોંગ્રેસ , આપ અને અપક્ષ મળી કુલ 87 ઉમેદવારો ચૂંટણી માટે મેદાનમાં ઉતર્યા છે. જે આગામી 28મી ફેબ્રુઆરીએ 36 બેઠક માટે સૈનિકરૂપી મતદારો નક્કી કરશે.
બારડોલી પાલિકાની 36 બેઠક માટે દર ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ સામ સામે લડતા આવ્યા છે. પ્રથમ વખત ચૂંટણીમાં રાષ્ટ્રીયકૃત ત્રીજા પક્ષે ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડશે. 12 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી, પરંતુ છેલ્લા દિવસે 1 ઉમેદવારે ફોર્મ ખેંચી લઈ યુદ્ધ પહેલા જ શરણાગતિ સ્વીકારી હતી. વર્ષોથી 2 હરીફ પક્ષ વચ્ચે આમ આદમી પાર્ટીએ વચ્ચે પ્રવેશ કર્યો છે. કુલ 87 ઉમેદવારોમાં ભાજપ 36, કોંગ્રેસ 36, આમ આદમી 11, અને અપક્ષમાંથી 4 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે.
કડોદરા પાલિકામાં 28 બેઠક પર 73 ઉમેદવાર
ચૂંટણી જાહેર થયા બાદ પાલિકાની 28 બેઠક પરથી 104 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 31 ફોર્મ રિજેક્ટ થતા 73 ઉમેદવારના ફોર્મ મંજૂર થયા હતા. મંગળવારનો દિવસ ફોર્મ પરત ખેંચવા માટેની અંતિમ તારીખ હોવા છતાં એકપણ ઉમેદવારે પોતાનું ફોર્મ ખેંચ્યું ન હતું આમ કડોદરા પાલિકાના 7 વોર્ડની તમામ 28 બેઠક ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડશે તેમજ વોર્ડ નંબર 7 સહિત 14 ઉમેદવારો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડશે અને વોર્ડ નંબર ત્રણમાં બહુજન સમાજવાદી પાર્ટીનો એક ઉમેદવાર અને વોર્ડ નંબર 7માં જનતાદળ (યુ)નો ઉમેદવાર ચૂંટણી લડશે. વોર્ડ નંબર 3માંથી અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડશે.
તરસાડી પાલિકામાં 28 બેઠક માટે 61 ઉમેદવાર ચૂંટણી લડશે
28મી ફેબ્રુઆરીએ તરસાડી પાલિકાની 28 કાઉન્સીલરોની યોજાનારી ચૂંટણીમાં વોર્ડ નં. 3માં ભાજપના સલમાબીબીનું ફોર્મ રદ્દ થતાં ચૂંટણી અધિકારીએ તેમના ડમી ઉમેદવારને બહાલી આપી હતી. કુલ 61 ઉમેદવારો હવે ચૂંટણી લડશે, જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાતેય વોર્ડમાં સીધો જંગ ખેલાશે. પરંતુ વોર્ડ નં 3માં બીટીપી (ભારતીય ટ્રાયબલ પાર્ટી) દ્વારા 3 ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા છે. આ વોર્ડમાં મુસ્લિમ મતોની બહુમતી હોય. આ બેઠક પર 3 ટર્મથી કોંગ્રેસ જીતતી આવી છે. બીટીપીના ત્રણે ઉમેદવારો મુસ્લિમ છે. ઉપરાંત ભાજપે આ વોર્ડ કબજે કરવા કોંગ્રસના બે પૂર્વ કાઉન્સીલરોને ટિકિટ આપી હતી. આ વોર્ડમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના 3 ઉમેદવારોએ બંને પક્ષનું હાલ પ્રેસર વધાર્યું છે. વોર્ડ નં 5માંથી આમ આદમી પાર્ટીની એક માત્ર મહિલા ઉમદવારે ઉમદેવારી કરી છે.
વોર્ડ નં. 1
ભાજપ 04
કોંગ્રેસ 04
કુલ 08
વોર્ડ નં. 2
ભાજપ 04
કોંગ્રેસ 04
આપ 01
કુલ 09
વોર્ડ નં. 3
ભાજપ 04
કોંગ્રેસ 04
આપ 03
અપક્ષ 01
કુલ 12
વોર્ડ નં. 4
ભાજપ 04
કોંગ્રેસ 04
આપ 01
કુલ 09
વોર્ડ નં. 5
ભાજપ 04
કોંગ્રેસ 04
આપ 01
કુલ 09
વોર્ડ નં. 6
ભાજપ 04
કોંગ્રેસ 04
આપ 02
અપક્ષ 02
કુલ 12
વોર્ડ નં. 7
ભાજપ 04
કોંગ્રેસ 04
કુલ 08
વોર્ડ નં. 8
ભાજપ 04
કોંગ્રેસ 04
આપ 01
કુલ 09
વોર્ડ નં. 9
ભાજપ 04
કોંગ્રેસ 04
આપ 02
અપક્ષ 01
કુલ 12
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.