સાવચેતી:શ્રાવણમાં કેદારેશ્વર મહાદેવના લાઇવ દર્શન થશે

બારડોલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણને અટકાવવા ભરાતો શ્રાવણી મેળો મુલતવી રખાયો

તાલુકાનાં પ્રસિધ્ધ કેદારેશ્વર તીર્થ મુકામે કોરોના વાયરસના સંક્રમણને લઈને સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડ લાઇન મુજબ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પરંતુ જીલ્લામાં વધતાં સંક્રમણને ધ્યાને લઈ મંદિરના ટ્રસ્ટી મંડળે શ્રાવણ માસ દરમિયાન માત્ર સ્થાનિક ભક્તોને જ મંદિરમાં પ્રવેશ આપવાનું નક્કી કરાયું છે. 

મંદિર ટ્રસ્ટે ભક્તોને સાથ સહકાર આપવા અપીલ કરી
કેદારેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ મંદિરના ગર્ભગૃહમાં તમામ ભક્તો માટે પ્રવેશ પર ત્રાતિબંધ રહેશે. સાથેજ ભજન કીર્તન અને પ્રસાદ વિતરણ પણ બંધ રાખવાના સરકારના આદેશ મુજબ મંદિર પરિસરમાં ભરાતા શ્રાવણી મેળાના સ્ટોલો પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથેજ ભક્તો માટે લાઈવ દર્શન આઇ ટુ આઈ મોબાઈલ એપ્લીકેશન મારફતે લાઈવ દર્શન કરી શકાશે. મંદિર ટ્રસ્ટે ભક્તોને સાથ સહકાર આપવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...