તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1 વર્ષ બાદ હાલત વધુ બદતર:ગત વર્ષે આખા એપ્રિલમાં કોરોનાના 28 કેસ હતા, આ વર્ષે 6 દિનમાં જ 1010 દર્દી મળ્યા

બારડોલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુરત ગ્રામ્યમાં ગત વર્ષે 20 માર્ચે કોરોના પહેલો દર્દી મળ્યો હતો

23મી માર્ચના રોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. એપ્રિલ માસમાં માંગરોળ તાલુકાની વૃદ્ધાનું કોરોનાને કારણે પહેલું મોત નીપજ્યું હતું. ધીમેધીમે દિવસો બદલતા ગયા મહિનાઓ બદલાતા અને વર્ષના અંતે જિલ્લામાં કુલ 12508 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા હતાં. આ દરમિયાન કોરોના રૂપી દૈત્યએ 285 લોકોના ભોગ લીધા હતાં.

ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં સૌથી વધુ 3149 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. ત્યારબાદ કોરોનાના કેસ ઘટવાનું શરૂ થયું હતું.જાન્યુઆરીમાં 498 કોરોના પોઝિટિવ નોંધાયા હતા. ફેબ્રુઆરી માસમાં માત્ર 144 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. આ દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતાં કોરોનાને મોકળુ મેદાન મળી ગયું હોય તેમ ફરી કોરોનાનો ગ્રાફ ઉંચે ગયો હતો.

માર્ચ માસમાં કોરોના ફરી એક્ટિવ થઈ ગયો હતો. પોતાના અસલી રૂપમાં ધીરેધીરે આવતાં કોરોનાના કેસ વધીને 169 થયા હતાં અને એક્ટિવ કેસમાં પણ વધારો નોંધાયો હતો અને એપ્રિલ માસ ફરી 2020ની યાદ તાજી થઈ હતી. કોરોનાનો વિસ્ફોટ થયો હતો. એપ્રિલના 6 દિવસમાં જ 1010 કોરોના સંક્રમિત નોંધાયા છે. જિલ્લામાં વધતા કેસને કારણે હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. ફરી ગત વર્ષની યાદ તાજી થઈ ગઈ છે.

2020 : લોકડાઉન અને નાઈટ કરફ્યૂ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો

 • પ્રથમ કેસ 2020ની 24 માર્ચે માંગરોળના વરસાવી ગામે રહેતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
 • પહેલુ મોત એપ્રિલ 2020માં માંગરોળ તાલુકાના વૃદ્ધાનું કોરોનાથી પ્રથમ મોત નોંધાયું હતું.
 • પહેલા 100 કેસ નોંધાતા 65 દિવસ થયા હતા.
 • પ્રથમ 1000 કેસ પહોંચતા 103 દિવસ લાગ્યા હતા.
 • સોથી વધુ કેસ સપ્ટેમ્બર 2021માં નોંધાયા હતા.
 • વર્ષ 2020 દરમિયાન 285 લોકોના મોત
મહિનોકેસરિકવરમોત
માર્ચ1----
એપ્રિલ28--1
મે90811
જૂન42920514
જુલાઈ2140152292
ઓગસ્ટ1831196990
સપ્ટેમ્બર3149254954
ઓક્ટોબર2421291825
નવેમ્બર140914024
ડિસેમ્બર101112594

​​​​​​​

2021 : કરફ્યૂથી આજે પણ મુક્તિ નહીં, સૌથી મોટી બીક એ કે, ફરી લોકડાઉનની નોબત ન આવે

 • ​​​​​​​​​​​​​​ફેબ્રુઆરી રાહત દાયક અત્યાર સુધીમાં સૌથી ઓછા એક્ટિવ કેસ ફેબ્રુઆરીમાં રહ્યા હતાં. એક્ટિવ કેસની સંખ્યા 117 પર પહોંચી હતી.​​​​​​​
 • એેપ્રિલમાં હાલ બેહાલ જ્યારે સૌથી વધુ એક્ટિવ કેસ એપ્રિલ માસમાં નોંધાયા છે. હાલ 6 એપ્રિલ સુધીમાં 1398 એક્ટિવ કેસ નોંધાયા છે.
 • ગઇ કાલે સૌથી વધુ દર્દી મ‌ળ્યા​​​​​​​
 • કોરોના કાળમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ 7 એપ્રિલ 2021ના રોજ નોંધાયા હતાં. 198 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જે અત્યાર સુધીના સૌથી વધુ છે.

ચૂંટણી બાદ કોરોના કેસમાં વધારો
સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. 28મી ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. જે ચૂંટણી પહેલા યોજાયેલ જાહેર મેળાવડા અને ચૂંટણીમાં લોકોના સંપર્કમાં આવતાં કોરોનાનો વિસ્ફોટ થયો છે.

વર્ષ 2021માં કેસ વધ્યા, પણ મોત ઘટ્યા

મહિનોપોઝિટિવરિકવરમોત
જાન્યુઆરી4986632
ફેબ્રુઆરી1441770
માર્ચ18117721
એપ્રિલ10107670

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો