તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:શનિવારે 161 સંક્રમિતો સામે 122 નેગેટિવ થયા, કુલ 15,411 કેસ

બારડોલી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 5 દિવસમાં એક્ટિવ કેસમાં 220નો વધારો, સૌથી વધુ પલસાણામાં 28 કેસ

સુરત જિલ્લામાં શનિવારે કોરોના 100ને પાર થયો છે. આજરોજ 161 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 122 લોકોએ કોરોનાને માત આપી છે.

શનિવારના રોજ જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઐતિહાસિક સ્તરે નોંધાઈ છે. જિલ્લામાં 162 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 15411 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, જ્યારે જિલ્લામાં આજરોજ 122 લોકોએ કોરોનાને માત આપી છે, જેની સાથે જિલ્લામાં 13835 લોકો કોરોના માત આપી ચૂક્યા છે, જ્યારે 1288 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. હાલમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે.

તાપી જિલ્લામાં શનિવારે નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા
વ્યારા. તાપી જિલ્લામાં શુક્રવારે 10 કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા બાદ શનિવારે રફતાર ધીમી થઇ હતી. આજરોજ નવા 5 કેસ નોંધાયા હતા. જિલ્લામાં એક્ટિવ કેસ 38 છે. કુલ કોરોના સંક્રમિત દર્દીઓ 1020 પર પહોંચ્યા છે, જ્યારે 6 વ્યક્તિને રજા અપાઈ છે. આજે 28 વર્ષિય મહિલા –કણજોડ ,તા.વાલોડ ,73 વર્ષિય પુરુષ– સ્નેહકુંજ કોલોની- વ્યારા, 60 વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- મોઘવણ,તા.સોનગઢ, 67વર્ષિય પુરુષ – ડુંગરી ફળિયું- મોઘવણ, તા.સોનગઢ, 48 વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું-ઉચ્છલ નોંધાયા છે.

પાંચ દિવસમાં 220 એક્ટિવ કેસમાં વધારો નોંધાયો
જિલ્લામાં કોરોના સંક્રમણનો ગ્રાફ જેમજેમ ઉંચે જઈ રહ્યો છે તેમ તેમ એક્ટિવ કેસની સંખ્યાનો ગ્રાફ પણ ઉંચે ગયો છે. ગત 5 દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં 220નો વધારો નોંધાયો છે.

સુરતમાં બારડોલી પાલિકા કર્મચારીનું મોત
બારડોલી નગરપાલિકામાં ફરજ બજાવતાં કર્માચારી છેલ્લા ઘણા દિવસથી કોરોનાથી સંક્રમિત થતા તેમને સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ પણ પોઝિટિવ
બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ જિતેન્દ્રસિંહ વાંસિયા પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે. જો કે છેલ્લા બેત્રણ દિવસથી હોમ કોરન્ટાઈન થઈ ગયા હોવાનું જાણવા મળેલ છે. તેમણે પણ લોકોને કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરી છે.

શનિવારે નોધાયેલા કેસ
તાલુકોઆજેકુલ
ચોર્યાસી243017
ઓલપાડ211872
કામરેજ273248
પલસાણા282117
બારડોલી192459
મહુવા7641
માંડવી14655
માંગરોળ201310
ઉંમરપાડા192
કુલ16115411
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો