માંગરોળ ગ્રામ પંચાયતની યોજાયેલી ગ્રામસભામાં જીઆઈપીસીએલ કંપની દ્વારા જમીન સંપાદન અંગે બહાર પાડવામાં આવેલું જાહેરનામું રદ કરવાની ગ્રામજનો એ પ્રબળ માંગ કરી હતી. માંગરોળ ગ્રામ પંચાયતની ગ્રામસભા માજી સરપંચ નીકેશભાઈ વસાવા માજી ઉપસરપંચ ઈશ્વરભાઈ પરમાર સહિત ગામના અન્ય નાગરિકોની હાજરીમાં યોજાઈ હતી. જેમાં એજન્ડા મુજબની કાર્યવાહી કરાયા બાદ સમગ્ર ગ્રામજનો દ્વારા ગ્રામસભાની મંજૂરી વિના જીઆઇપીસીએલ કંપની દ્વારા જમીન સંપાદન કરવા અંગેનું બહાર પાડેલું જાહેરનામું રદ કરવામાં આવે તે મુદ્દે ચર્ચાનો દર શરૂ થયો હતો.
ગામના આગેવાન ડો ઈબ્રાહીમભાઇ પાંડોરે પ્રસ્તાવ રજૂ કરતા જણાવ્યું કે જમીન સંપાદન કરતા પહેલા ગ્રામસભાની મંજૂરી કાયદાકીય રીતે લેવાની હોય છે, પરંતુ જીઆઈપીસીએલ કંપની દ્વારા ગ્રામસભા ની મંજૂરી લેવામાં આવી નથી માંગરોળ તાલુકો પછાત વિસ્તાર છે, અને શિડ્યુલ પાંચ પૈશા એક્ટ માં તેનો સમાવેશ થાય છે.
કાયદાકીય બંધારણીય રીતે જમીનનો સંપાદન કરી શકાય નહીં અને વધુમાં માંગરોળ ગામની જમીન પીયત અને ફળદ્રુપ છે આ જમીનને સંપાદન મુક્ત કરવામાં આવે અને તત્કાલ જમીન સંપાદન પ્રક્રિયા રોકવામાં આવે તેવી માંગણી નો સામુહિક ઠરાવ ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ છે ત્યારે આવનારા સમયમાં જમીન સંપાદન પ્રક્રિયા સામે ખેડૂતોનો મોટો વિરોધ વંટોળ ઉભો થાય તેવી સંભાવનાઓ ઊભી થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.