તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન 3:વતન જવા પરપ્રાંતીયો લાઈનમાં અને પંચાયત સભ્ય બનાવતાં વિવાદ થયો

પલસાણા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વરેલીમાં કોરોનાના 15 પોઝિટિવ, પંચાયત મહિલા સભ્યએ ટિકટોક બનાવતાં વિવાદ

4 મેના રોજ પોતાના રાજ્યમાં જવાની માંગ સાથે પરપ્રાંતીઓએ હંગામો કર્યો હતો. ત્યારબાદ રાજ્યમાં જવાની માંગ સાથે ઉગ્ર બનેલા પરપ્રાંતિઓના વતન જવાના ફોર્મ ભરવા માટે વરેલી ગ્રામ પંચાયત પર ધમધોખતા તાપમાં લાઈનમાં ઊભા રહ્યા હતાં. જ્યારે બીજી તરફ પંચાયત સભ્ય દિપીકાબહેન વરેલિયા ઓફિસમાં બેઠાબેઠા ત્રણ ટિકટોક વીડિયો વાઈરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો.

વરેલી જ થોડા સમય પહેલા પોતાના વતન જવાની માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવી તોડફોડ કરી પથ્થર માર્યો કર્યો હતો. ત્યાર બાદ ગામમાં 15 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે. વાતની ગંભીરતા લીધા વગર વરેલી ગ્રામ પંચાયત વોર્ડ નંબર  ની મહિલા સભ્ય દિપીકાબહેન વરેલિયાએ પરપ્રાંતીયો વતન જવાના ફોર્મ ભરતી વખતે મોજમસ્તી ઉપર ટિકટોક વિડિયો બનાવ્યો હતો. એક નહીં પરંતુ ત્રણ વિડિયો બનાવ્યા હતા જે સોશિયલ મીડીયામાં વાયરલ થયા ચર્ચાનો વિષય બન્યો હતો. 
હું જમવા ગયો હતો
 જયારે મહિલા સભ્ય પંચાયતમાં ટિકટોક વીડીયો બનાવતી હતી તે દરમિયાન હું જમવા ઘરે ગયો હતો. > ધનીરામ દુબે, સરપંચ, વરેલી
નોટિસ અપાશે
 તલાટી પાસે વિગતો મેળવી મહિલા સભ્યને આવનારા દિવસોમાં નોટિસ અપાશે. > રાઠવા સાહેબ, ટીડીઓ, પલસાણા 
ભૂલનો અહેસાસ
 હું રિલેક્સ થવાના મૂડમાં હતી.વિડીયો વાઈરલ થતા ભૂલનો અહેસાસ થયો મારા કાર્ય પ્રત્યે અફસોસ છે. > દીપિકા વરેલીયા, પંચાયત સભ્ય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો