તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:ગુરુતો ઘણા મળે પણ સદગુરુની પ્રાપ્તિ થવી અત્યંત મુશ્કેલ છે : પદ્મદર્શનજી

બારડોલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

241 વર્ષ પ્રાચીન આદિનાથ જિનાલયના આરાધના ભવન શ્રી ઠાકોર જૈન સંઘના પૂજ્ય પન્યાસપ્રવર શ્રી પદ્મદર્શન વિજયજી મહારાજ આદિ શ્રમણ ભગવંતોના પાવન પગલાં થતાં સમસ્ત જૈન પરિવારોમાં ભારે હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું. સોનામાં સુગંધ ભળે તેમ વાત્સલ્ય વારિધિ સિકાન્ત મહોદધિ સચ્ચારીત્ર્ચૂડામણી 1200 થી અધિક શિષયોની ગુરુમૈયા પ્રેમસૂરીશ્વરજી મહારાજની 53મી પુણ્ય તિથી નિમિત્તે ગુણાનુવાદની સભાનું આયોજન થયું હતું.

આ પાવન પ્રસંગે ગુરુગુણ સ્પર્શના કરાવતા પૂ,પન્યાસ પદ્મદર્શનજી મહારાજે જણાવ્યુ હતું કે ગુરુતો ધાણા મળે પણ સદગુરુની પ્રાપ્તિ થવી અત્યંત મુશ્કેલ છે. સદીઓના ઈતિહાસમાં સુવર્ણ પુષ્ઠ ઉપર જેમનું નામ અંકિત થાય એવા સદગુરુ પ્રેમસુરીદાદા હતા. જન્મથી જ તેઓ ત્યાગી અને વૈરાગી હતા. ભીસ્મપિતામહ, કબીરજી અને શુકદેવ જેવુ નિર્મળ ભ્રહમચર્ય તેઓ શ્રીનું હતું જીન સાશનના અજોડ શિલ્પી હતા. તેઓશ્રીનું વાત્સલ્ય એવું હતું કે આ ગુરુ મૈયાને છોડીને ચાતુર્માસમાં જવા માટે પણ કોઈ તૈયાર થતું ન હતું. પ્રભુના શાસનમાં વિદ્વાન અને વેરાગુ શિષ્યોને તૈયાર કરવાનું શ્રેય તેઓ શ્રીના ફાળે જાય છે. આજે પણ શિષ્ય સમુદાય તેઓનું સ્મરણ કરતાં રડી પડે છે.

નારી સામે ક્યારે પણ તેઓ દ્રાસટી સુદ્ધાં ન હોતા કરતાં મુનિ જીવનનું આભૂષણ એટલેકે બોલતી વખતે મુહપત્તિ (માસ્ક) નો ઉપયોગ ક્યારે પણ ચૂક્યા ન હતા કર્મા સાહિત્ય ક્ષેત્રે પૂજ્ય શ્રીનું ખેડાણ અને સર્જન આદિત્ય કોટિનું હતું. પૂજ્યપાદ આ.શ્રી રામચંદ્રસૂરજી મ., પૂ.આશ્રી ભુવન ભાણું સુરિજી મ., પૂ.આ.શ્રી જયઘોષ સુરિજી મ., પૂ.પન્યાસપ્રવર ચંદ્રશેખરવીજયજી મ., અને પૂ.આ.શ્રી ગુણરત્નસુરિજી મ. જેવા અગણિત શિષ્યોને તૈયાર કરીને જીનશાસનને ભેટણું ધરવાનું યશસ્વી કાર્ય પૂ. પ્રેમ સુરિજી એ કર્યું હતું.આજીવન માટે ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ, મિષ્ટાન,ફરસાણ અને લીલા શાકભાજીનો સંપૂર્ણ ત્યાગ હતો અનાસક્ત યોગી જેવુ જીવન હતુ.ં

અન્ય સમાચારો પણ છે...