કાર્યવાહી ક્યારે થશે?:જીવંત વીજતાર ચોરીનો સીલસીલો યથાવત, તંત્ર નિષ્ક્રીય ખેડૂતોને મુશ્કેલી

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તસ્કરોએ પોલ પરથી ચોરેલ વીજતારની ચોરી કરી હતી. - Divya Bhaskar
તસ્કરોએ પોલ પરથી ચોરેલ વીજતારની ચોરી કરી હતી.
  • બારડોલી તાલુકામાં ચાર એગ્રિલ્ચર લાઈનના 130 જેટલા થાંભલા પરથી 5થી 7 કિમીનો વીજતારની ચોરી
  • મોટા ભાગે રાતના વીજતાર ચોરીના બનાવો બની રહ્યાં છે

બારડોલી તાલુકામાં જીવંત વીજલાઈન ચોરી કરતી ગેંગે તરખાટ મચાવ્યો છે. ગત દિવસોમાં અનેકો વખત વીજતાર ચોરીની ઘટના બની છે. છતાં વીજ કંપની કે પોલીસ તંત્ર આવા તસ્કરોને પડકવામાં રસ ન દાખવતી હોવાનુ જણાઈ રહ્યું છે. હાલ ઉનાળા બળબળતા તાપમાં પાકને પાણી તાતી જરૂરીયાત છે ત્યારે જ તસ્કરો વીજ તારની ચોરી કરી જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

રવિવારની રાત્રી દરમિયાન રાયમ -પલસોદ, અસ્તાન પણદા અને વરાડથી ચીખલીરોડ પરના અંદાજિત 130થી વધુ વીજપોલ પરથી 5થી 7 કિમી થાંભલા પરથી વીજતારની ચોરી કરી છે. બારડોલી તાલુકાના વિવિધ ગામોમાં આવેલ એગ્રીકલ્ચરવીજ લાઈનના જીવંત વીજતારની અવાર નવાર ચોરીના બનાવો બની રહ્યાં છે.

ગત દિવસોમાં પણદા, અસ્તાન, રૂવા ભરમપોર સહિતના વિવિધ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં વીજ તારની ચોરી થઈ હતી. પરંતુ વીજ કંપની કે પોલીસતંત્ર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી ન કરવામાં આવતાં વીજતાર ચોરી કરતીં ગેંગને મોકળુ મેદાન મળી ગયું હોય તેમ ઉપરા ચાપરી ચોરીના બનાવોને અંજામ આપી રહી છે.

વીજતાર ચોરીને કારણે જિલ્લા ખેડૂતો હાલાકી ભોગવી રહ્યાં છે. રવિવારની રાત્રી દરમિયાન રાયમથી પલસોદ, પણદાથી અસ્તાન અને વરાડથી ચીખલી રોડ, રાણી રાજપરાથી પણદાની એગ્રીકલ્ચર વીજલાઈનના જીવંત વીજતાર અંદાજિત 130 થાંભલા પરથી 5થી 7 કિમીના વીજતારની ચોરી કરી છે. અનેકવારચોરીના બનાવો બન્યા હોવા છતાં હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી ન કરતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યાં છે.

કુશળ કારીગર હોવાનું નકારી શકાય નહીં
અવારનવાર વીજતારની ચોરીના બનાવો બની રહ્યાં છે, જે ચોરીની ઘટનામાં જાણકાર ગેંગ હોવાનું લોકો જણાવી રહ્યા છે. ક્યારે વીજપ્રવાહ ચાલુ હોય અને ક્યારે વીજપ્રવાહ બંધ હોય જે તસ્કરોને માલૂમ હોવાથી તેવા સમયે જ ચોરીને અંજામ આપે છે. એક રાત્રીના મોટા પ્રમાણમાં વીજ તાર કાપીને ચોરી કરવા માટે કુશળ કારીગર પણ હોવાનું નકારી શકાય તેમ નથી.

વીજતાર ચોરાયા તે સ્થળ

અસ્તાનથી પણદા61
સાંકરીથી પલસોદ25
વરાડથી ચીખલી રોડ29
રાણીરાજપરાથી પણદા15
અન્ય સમાચારો પણ છે...