હે પ્રભુ હદ થઈ:રાયમના સ્મશાનમાં ભઠ્ઠીઓની ઝાળી ચોરાઇ, બારડોલી પંથકમાં પેઢા પડેલા તસ્કરોએ સ્માશનને પણ ન છોડ્યું

કડોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલી કડોદ રોડ પર રાયમ ગામની સીમમાં આવેલ મોક્ષધામમાં મુકવામાં આવેલ સગડીને પણ તસ્કરોએ છોડી નથી. ગુરુવારની રાત્રીએ તસ્કરો મોક્ષ ધામમાં મુકવામાં આવેલ સગડીની નીચેની જાળીઓ ચોરી કરી ગયા છે. જે અંગે ગામના જાગૃત નાગરિકે બારડોલી પોલીસમાં લેખિત ફરિયાદ કરી છે. બારડોલી તાલુકા વિસ્તારમાં તસ્કરોને છુટ્ટો દોર મળી ગયો હોય તેમ દિન પ્રતિદિન ચોરીને અંજામ આપી રહ્યાં છે. જાણે તેઓને પોલીસનો ડર રહ્યો જ નથી. ગત દિવસોમાં તાલુકાના અનેક ગામોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ત્યારબાદ તસ્કરોએ સ્મશાનને પણ છોડ્યું નથી.

બારડોલી તાલુકાના રાયમ ગામે બરડોલી કડોદ રોડ પર આવેલ મોક્ષધામમાં તસ્કરો ત્રાટક્યા હતાં. સ્મશાનમાં ચોરી કરવા જેવું કંઈ વસ્તુ ન હોય. છતા તસ્કરો મૃતદેહને અગ્નિદાહ આપવા માટે મુકવામાં આવેલ ભઠ્ઠીની નીચેની જાળની ચોરી કરી ગયા હતાં. જેથી હવે ગ્રામજનોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જ્યાં સુધી કોઈ દાતા દ્વારા ફરી જાળી ફીટ ન કરવામાં આવે ત્યાં સુધી અગ્નિદાહ કરવા માટે બીજા સ્મશાનમાં લઈ જવાની ફરજ પડી છે. વરાડ ગામના જાગૃત નાગરિકે બારડોલી ગ્રામ્ય પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...