શોધખોળ:સાયણમાંથી 10 વર્ષની સગીરાને યુવક ભગાડી ગયો

બારડોલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓલપાડ તાલુકાના સાયણ ખાતે રહેતા પરપ્રાંતીય પરિવારની 10 વર્ષની સગીરાને સાયણ ખાતે રહેતો રહેતો યુવક ભગાડી જતાં સગીરાના પિતાએ યુવક વિરુદ્ધ લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઓલપાડ તાલુકાના સાયણ ખાતે રહેતા પરપ્રાંતીય પરિવાર મિલમાં મજૂરી કરી જીવન ગુજરાન કરે છે. પરિવારની 10 વર્ષને 11 મહિનાની દીકરી ગત 5મી નવેમ્બરના રોજથી ગાય હોય. જે અંગે પરિવારે વિવિધ જગ્યાએ તપાસ કરતાં કોઈ પત્તો લાગ્યો ન હતો.

સગીરાના પિતાએ સાયણ ગામે રહેતો નિરજ ફુલુ દાસ (રહે.એફ-401, રાધેક્રિષ્ના રેસીડન્સી, સુગર રોડ, સાયણ મુળ રહે. N-44/90, N-44, સંજય કોલોની, સમય પુર, દિલ્હી)નાો સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદ્દઈરાદો પાર પાડવા માટે વાલીપણામાંથી ભગાવી ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ આપી છે. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...