તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:યુવતીને પ્રેમમાં નિષ્ફળતા મળતા આપઘાત માટે રેલવે ટ્રેક પર પહોંચી

બારડોલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અભયમની ટીમે યુવતીને સમજાવી પરત પરિવારને સોંપી

એક તરફી પ્રેમમાં નિષ્ફળતા મળતા આપઘાત કરવા રેલવે ટ્રેક પાસે પહોંચેલી યુવતીને સમજાવી પરત લવાઇ હતી.સોનગઢ પાસેના એક ગામ રહેતી નીનાબહેન (નામ બદલેલ છે) એક યુવકની સાથે લાગણી રાખતા હોય. તે યુવક ગામ છોડીને તે બારડોલી ખાતે આવી ગયો હતો. જે અંગેની જાણ યુવતીને થઈ હતી. યુવકને મળવા પરિવારને જાણ કર્યા વગર બારડોલી આવી ગઈ હતી. બારડોલી ખાતે આવી યુવકને મળતા યુવકે જણાવેલ હું તને પ્રેમ કરતો નથી જેથી તેને મૂકીને આવી ગયો છું.

જેથી સાંભળી આઘાતમાં આવી ગયેલ યુવતી બારડોલી નગર ખાતે આવેલ રેલવે ટ્રેક પર આપઘાતના વિચાર સાથે આવી હતી, જ્યાં એક વ્યક્તિ એ જોતા તેને શંકા ઉત્પન્ન થતાં યુવતીની પૂછ પરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપ્યા હતાં. જેથી તેઓએ મદદ કરવાની ભાવનાથી 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરેલ જેથી અભયમ રેસ્ક્યુ ટીમ બારડોલી તાત્કાલિક આવી યુવતી સાથે અસરકારક કાઉન્સલીંગ કરી તેની હકીકત જાણી હતી.

એક પક્ષીય લાગણીના સંબંધો ધરાવતી હતી અને જિંદગી જીવવા જેવી ના લગતા આત્મહત્યા કરવા મનસૂબો કરી નીકળી હતી. અભયમ ટીમે તેને આશ્વાસન આપી હિંમત આપી હતી અને અમૂલ્ય જીવન ને આમ ન વેડફી નાખવા સમજાવી હતી અને તેના પરિવાર પાસે પરત ફરવા તૈયાર કરી હતી. જેથી વ્યારા ટીમના સહયોગથી તેના પરિવારને સોંપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...