પલસાણાના કારેલી ગામે આવેલ એક રેસિડેન્ટ સોસાયટીમાં રહેતા બે પરિવારના સભ્યો વચ્ચે સામાન્ય બાબતમાં ઝગડો થતા એક પરિવારે લાકડા અને ઈંટના ટુકડા લઈ બીજા પરિવાર પર તૂટી પડતા ફરિયાદી પરિવારના તમામ સભ્યોને ગંભીર ઈજાઓ થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા ઇજા ગ્રસ્ત પરિવારના મોભીએ 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગત 9 જૂનના ગુરુવારે મોડી રાતે 10 વાગ્યાના અરસામાં સોસાયટીમાં રહેતા નાગેન્દ્રસિંગ સમરબહાદુરસિંગની છોકરી ખુશી એક્ટિવા શીખી રહી હતી.
જે દરમિયાન એક્ટિવા ચલાવતા ચલાવતા ખુશી પોતાની ગલીમાંથી બહાર નીકળી બાજુમાં ગલીમાં રહેતા દિનેશસિંગ કુશ્વાહાના ઘર નજીક આવી પહોંચી હતી. જે દરમિયાન દીનેશસિંગનો પુત્ર સૂરજસિંગ કુશ્વાહા સોસાયટીના રસ્તા પર ઘર નજીક ઉભો હતો જેને ખુશીએ સાઈડમાં ચાલવા કહી જાણી જોઈને ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ ખુશી પોતાના ઘરે જતા ખુશીના પિતા નાગેન્દ્રસિંગ તેમજ પડોસી બલમુકુંદ સિંગ તેની પત્ની વંદના તેમજ દીકરો આનંદ આ ચારેય હાથમાં લાકડી અને ઈટનાં ટુકડા લઈ દોડી આવી //"મારી દીકરી ખુશી સાથે કેમ ઝગડો કરો છો //"એમ કહી દિનેશસિંગના પરિવાર પર તૂટી પડ્યા હતા.
જેમાં દિનેશસિંગની પત્ની કિરણદેવીને ચહેરાના ભાગે ઈંટ મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ ડાબા હાથમાં લાકડાનો સપાટો માર્યો હતો, અને સૂરજસિંગને માથાના ભાગે લાકડાનો સપાટો મારતા ગંભીર ઈજાઓ થઈ હતી. તો દિનેશસિંગ નાઓને પણ માથાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમજ દિનેશસિંગની પુત્રી રોશની સિંગને પણ બને હાથે ગંભીર ઇજોઓ થઈ હતી.
હુમલો કરનાર આ ચારેય દિનેશસિંગના પરિવારને હવે બચી ગયા છે બીજી વાર જાનથી મારી નાખીશું એવી ધમકી આપી ભાગી છૂટ્યા હતા સોસાયટીના લોકોએ તમામને છોડાવી 108 મારફતે દિનેશસિંગના પરિવારને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.
ઘટના અંગે દિનેશસિંગ કુશ્વાહાએ નાગેન્દ્રસિંગ તેમજ પડોસી બલમુકુંદ સિંગ તેની પત્ની વંદના તેમજ દીકરો આનંદસિંગ એમ ચાર વિરુદ્ધ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટના અંગે પલસાણા પોલીસના એ.એસ.આઈ.મેરુભાઈ રબારી તપાસ કરી નાગેન્દ્ર સિંગ તેમજ બાલમુકુંદની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં પણ આ બંને પરિવાર વચ્ચે સામાન્ય બાબતોમાં તોફાનો થતા રહ્યા છે. આ વખતે મોટું તોફાન થતા માથા ફૂટ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.