શોધખોર કરવા છતાં પત્તો ન લાગ્યો:જે જીદ કરીને મિત્રોને નદીમાં નાહવા લઇ ગયો તે યુવક જ પાણીમાં ગરક

કડોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડૂબી જનાર સુરતના સોનુંનો ફાઇલ ફોટો - Divya Bhaskar
ડૂબી જનાર સુરતના સોનુંનો ફાઇલ ફોટો
  • વાઘેચા પાસે તાપી નદીમાં વધુ એક યુવકનો જીવ ગયો

સુરત શહેરના નવાગામ ડીંડોલી ખાતે રહેતા ચાર યુવાનો રીક્ષા લઈ ગલતેશ્વર મંદિરે દર્શન કરીને વાઘેચા ગયા હતા. જ્યાં દર્શન કરીને નદીમાં નહાવાની સોનુએ જીદ કરતા ચારે તાપીમાં નાહવા જતા જ્યાં ઉંડા પાણીમાં સોનુ ગરકાવ થઈ ગયો હતો. શોધખોર કરવા છતાં કોઈ પત્તો લાગ્યો નથી.

ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સુરત શહેર ના ડીંડોલીના નવાગામ વિસ્તારમાં રહેતો સોનુકુમાર શદેવસિંહ (27) (રહે. શ્રીનાથ નગર સોસાયટી નવાગામ, ડીંડોલી, સુરત) નાઓ તેના મિત્ર સંતોષ સુનિલ સિંહને 6 ઓગસ્ટના રોજ જણાવેલ કે આપણે ગલતેશ્વર ફરવા માટે જઈ એ. ત્યારબાદ તેમના અન્ય મિત્ર અજાદ ગોરેલાલ સિંહની રિક્ષામાં જવાનું નક્કી કર્યું હતું. સાથે તેમના મકાન માલિકનો દીકરો રોનક સુરમા શર્મા ને પણ તૈયાર કરી ચાર મિત્રો ગલતેશ્વર દર્શન કરવા માટે આવ્યા હતાં. ત્યાં દર્શન બાદ ભોજન કરીને બારડોલી તાલુકાના વાઘેચા દર્શન કરવા માટે નીકળ્યા હતા.

વાઘેચા દર્શન કરી સુરત જવા માટે જવાનું કહ્યું હતું. પરંતુ સોનુએ મંદિરની પાછળથી વહેતી નદીમાં નાહવા માટેની જીદ કરી હતી. ચારે મિત્રો નદીમાં નાહવા માટે ગયા હતા. તમામ કપડાં કાઢી નદીમાં નાહવા પડ્યા હતા. ત્રણ મિત્રોને તરતા ન આવડતું હોવાથી છીછરા પાણીમાં નહતા હતા. જ્યારે સોનુને તરતા આવડતું હોવાથી તે નદીના ઊંડા પાણી તરફ ગયો હતો.

આ દરમિયાન સોનુ ઉંડા પાણીના વહેણમાં તણાઈ ગયો જતા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જે અંગે તેમના મિત્રોએ સ્થાનિકોને જાણ કર્યા બાદ કડોદ પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસે સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...