તસ્કરી:યુવકને ખેડૂતની ઓળખ આપી અજાણ્યો બાઇક લઈ રફૂચક્કર

બારડોલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગલગોટાનું તૈયાર ધરુ લેવા આવ્યો હોવાનું જણાવ્યું હતુ

બારડોલીના મીંઢોળા નદીના પુલ પર શાકભાજી અને ફુલના ધરું વેચાણ કરતો યુવક પાસે એક અજાણ્યો ઇસમ આવી પોતે ખેડૂત હોવાની ઓળખ આપી, 6 વીંઘામાં ગલગોટા રોપવાનો હોય, પોતાનું ખેતર બતાવવાનું જણાવી યુવકની મોટરસાયકલ પર બેસી લઈ ગયો હતો. એક ખેતર પોતાનું બતાવી અજાણ્યો ઇસમ પોતાના મજૂરને બેસાડી લાવું કહી યુવકની બાઇક લઈ ભાગી ગયો હતો. બારડોલી આશિયાના નગરમાં રહેતો ઝૈદ મહંમદ કાળું સૈયદ (19) મીંઢોળા નદીના પુલ પર શાકભાજી અને ફુલ ના ધરૂં વેચાણ કરે છે. 25 જુલાઈના રોજ આશરે અજાણ્યો યુવક આવી, પોતે ખેડૂત હોવાની ઓળખ આપી હતી.

તેના છ વીંઘા ખેતરમાં ગલગોટા વાવવા ધરૂં વેચાતું લેવા અંગે જણાવ્યું હતું. ત્યારબાદ ખેતર બતાવવા યુવકને કહ્યું હતું, જેથી યુવક પોતાની બાઇક નં. GJ 19 AS 2091 પર બેસાડી ઈસરોલી ગામની સીમમાં લઈ ગયો હતો. તાજપોર કોલેજ સામે એક ખેતર બતાવી અહીં ગલગોટાનું વાવેતર કરવાનું જણાવ્યું હતું.

ત્યાર બાદ અજાણ્યા ઇસમે પોતાના મજુરને લેવા જઇને આવું એમ કહી, યુવક પાસે મોટર સાઇકલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસની ચાવી માંગી હતી. જેથી મોટરસાઇકલ લઈ ગયા બાદ 15 મિનિટ થઈ જવા છતાં અજાણ્યો ઇસમ આવ્યો ન હતો, જેથી ખેતરની બંગલી પાસે જતા અંદરથી ખેતરનો મૂળ મલિક નીકળ્યો હતો. યુવકને છેતરીને મોટર સાઇકલ ઉઠાંતરી કરી ગયો હોવાનું માલુમ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...