લગ્નની લાલચ આપી સગીરાને ગર્ભવતી બનાવી:બારડોલીની સગીરાને ફોસલાવી યુવક તેના ઘરે લઈ ગયો; મરજી વિરૂદ્ધ અવાર નવાર સગીરાને પીંખતો રહ્યો

બારડોલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકાના એક ગામની 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આવી અવાર નવાર શરીર સબંધ બાંધી ગર્ભવતી બનાવનાર યુવાનની રૂરલ પોલીસે અટક કરી છે. સગીરાની માતાએ બારડોલી રૂરલ પોલીસ મથકે યુવાન વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે પોકસો એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

5 મહિનાની ગર્ભવતી હોવાનું જણાવી ફરિયાદ દાખલ કરી
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ બારડોલી તાલુકાની એક 16 વર્ષીય સગીરાને યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. દરમિયાન યુવાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી આરોપીએ પોતાના ઘરે લઈ જઈ અવાર નવાર સગીરાની મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યો હતો. સગીરાને ગર્ભ રહી જતા તેણીએ આખી ઘટનાની જાણ પોતાની માતાને કરી હતી. ભોગ બનનાર 16 વર્ષીય સગીરાની માતાએ બારડોલી રૂરલ પોલીસ મથક પહોંચી પી.એસ.આઈ ડી.આર.રાવને તેમની દીકરી 5 મહિનાની ગર્ભવતી હોવાનું જણાવી ફરિયાદ અરજી આપી હતી. રૂરલ પોલીસે તપાસ શરૂ કરી 21 વર્ષીય યુવાન આરોપી બળદેવ ઉર્ફે રાહુલ રણજીત રાઠોડ જે અકોટીગામ આશ્રમ ફળિયુંનો રહેવાસી છે તેની અટક કરી હતી. પોલીસે બળદેવ રાઠોડ વિરુદ્ધ પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ ફોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એકટ 2012ની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...