કાર્યવાહી:લગ્નની લાલચે મહિલા સહકર્મી સાથે સંબંધ બાંધી યુવક ફરી ગયો

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને નિણતની કંપનીમાં કામ કરતા હતા

બારડોલી તાલુકાનાં નિણત ગામે આવેલ હાઈટેક કંપનીમાં કામ કરતી મૂળ મહારાષ્ટ્રના અક્કલકુવા તાલુકાની 19 વર્ષીય યુવતીને કંપનીમાજ કામ કરતા યુવકે લગ્નની લાલચ આપી અવાર અવાર કંપનીના રૂમમાં બોલાવી શરીર સુખ માણ્યા બાદ યુવતી સાથે લગ્ન ન કરતાં યુવતીએ બારડોલી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે યુવક વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો છે.

નિણત ગામે હાઈટેક કંપનીમાં નોકરી કરતો મૂળ મહારાષ્ટ્રના અક્કલકૂવા તાલુકા કેવડી ગામે રહેતા પ્રિતેશ કાકડિયા વસાવે (21) કંપનીમા જ કામ કરતી એક 19 વર્ષીય યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો પ્રિતેશ યુવતીને લગ્નની લાલચ આપી હાઈટેક કંપનીની રૂમમાં યુવતિની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો અને બાદમાં લગ્ન કરવાની વાત ટાળતો રહેતો હોવાથી યુવતીએ આખરે આરડોલી પોલીસને હકીકત અંગે ફરિયાદ આપતા પોલીસે પ્રિતેશ વસાવે વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...