ઉમરપાડા તાલુકાના ઉમરખાડી ગામની પરિણીતાને આજ ગામનો એક યુવક લગ્નની લાલચ આપી ભગાડી જવાની ઘટનામાં સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી નહીં થતાં પરણિતાના પતિએ સુરત જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી છે.
ઉમરખાડીના આશિષ સામાભાઈ વસાવાના લગ્ન 18 વર્ષ પહેલા વાડી ગામના હિંમતભાઈ વસાવાની પુત્રી પ્રિતિકાબેન સાથે થયા હતા અને સુખી લગ્નજીવન દરમિયાન બે સંતાનો તેમને અવતર્યા છે જેમાં 14 વર્ષનો જૈમિન અને નવ વર્ષનો રિયાન બે બાળકો છે.પરંતુ કામ ધંધા અર્થે પતિને બહાર જવાનું હોય છે. એકલતાનો લાભ લઇ પત્ની પ્રિતિકા સાથે પડોશમાં રહેતા મિલનભાઈ વસાવા નામનો યુવકે આડા સંબંધ બાંધી લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી બે સંતાનની માતાને ભગાડી ગયો છે.
પ્રીતિકાબેન સોનાના ઘરેણા, તેમજ રોકડ પણ ઘરેથી લઈ ગયેલ છે અને એટીએમ કાર્ડ વડે ખાતામાંથી કેટલીક રકમ પણ ઉપાડી છે. ફરિયાદી આશિષભાઈ વસાવાના 18 વર્ષના લગ્નજીવન અને બાળકોના ભવિષ્ય સામે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. પતિ નિરાશામાં ગરકાવ થઇ માનસિક તાણ અનુભવી રહ્યો છે. સ્થાનિક સ્તરે કાર્યવાહી નહીં થતાં જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી ન્યાયની માગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.