ફરિયાદ:ઉમરાની સગીરાને લગ્નની લાલચ આપી ફળિયામાં રહેતો યુવક ભગાડી ગયો

મહુવા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલા બ્રહ્મદેવ ફળિયામાં રહેતી 14 વર્ષીય સગીરાને તેમના જ ફળિયામાં રહેતા યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જે અંગે શોધખોળ કરવા છતાં પત્તો ન લાગતાં પોલીસમાં ફરિયાદ આપેલ છે.

મહુવા તાલુકાના ઉમરા ગામે બ્રહ્મદેવ ફલિયામાં રહેતા ખેડૂત પરિવારની સૌથી નાની 14 વર્ષીય સગીર પુત્રી બારડોલી તાલુકાના બાબલા ગામે આવેલી શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી હોય. હાલમાં શાળામાં શિક્ષણકાર્ય શરૂ થતાં દરરોજ સવારે 9 વાગ્યે ઘરેથી નીકળી સાંજે 6.00 વાગ્યે પરત આવતી હતી. ગત 20 સપ્ટેમ્બરના દિવસે શાળાએ જવા નીકળ્યા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત ન આવતાં પરિવારજનો દ્વારા શોધખોળ ચાલુ કરાઈ હતી. શોધખોળ ચાલુ કરાઈ હતી.

શોધખોળ ના પ્રયો દરમિયાન પરિવારજનોને જાણવા મળ્યું હતું કે તેઓની પુત્રીને ફળિયામાં જ રહેતા યુવક સાથે પ્રેમ સંબંધ હોય તેઓએ તપાસ કરતાં પ્રેમી યુવક પણ 20મી સપ્ટેમ્બરના દિવસથી ઘરેથી ગૂમ જણાયો છે. સમાજમાં આબરૂ જવાના બીકે ચુપ રહી ખાનગી રાતે તપાસ કરવા છતાં સગીરાનો કોઈ પત્તો ન લાગતાં આખર પોલીસમાં અપહરણ ફરિયાદ નોંધાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...