તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:બેફામ કાર હંકારનારાને ટોકતા યુવકના માથામાં ઇંટ મારી દીધી

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાબેન ગામની ઘટનામાં હુમલો કરનારા 5 સામે ફરિયાદ

બારડોલીના બાબેન ગામે આવેલ સાઈ વંદના સોસાયટીમાં રહેતા વિનોદભાઇ ધીરુભાઈ બારેવરિયા તથા વિનાયકભાઈ તેમના ઘર આગળ ખુલ્લા પ્લોટમાં બેઠા હતા તે દરમિયાન ઇકો સ્પોર્ટ ગાડી નં. GJ-19-AF-7684 લઈને પુરપાટ ઝડપે આવ્યા હતા, અને પરત જતી વખતે વિનોદભાઈ અને અન્ય સાથીઓએ ગાડી અટકાવી સોસાયટીમાં આટલી જોરથી કેમ ગાડી ચલાવો છે, અને અહી કેમ આવ્યા છે? કોનું કામ છે? એમ પૂછતા અંદર બેસેલા ઉશ્કેરાઈ જઇ વિનોદભાઇ અને સોસાયટીના અન્ય રહીશો સાથે ગાળા ગાળી કરી ધિક્કા મુક્કીનો માર માર્યો હતો.

જેમાં હર્ષદભાઈએ કુશાગભાઈને માથામાં ઈંટ મારી માથામાં ઇજા કરી હતી, અને શરીરે ઇજાઓ કરી સાથે જ સોસાયટીમાં ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના અંગે વિનોદભાઈએ હર્ષદભાઈ પાટિલ, સાગર પાટિલ, રોનક પાટિલ(રહે બાબેન શબરી ધામ) નઇમભાઇ પઠાણ (રહે અલંકાર સિનેમા નજીક) તથા અન્ય એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...