ઠંડીને લીધે મોત:નવી પારડી ગામમાં ઠંડીને કારણે યુવક મોતને ભેટ્યો

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ વર્ષમાં ઠંડીને લીધે બીજું મોત થયું

કામરેજ તાલુકાના નવી પારડી ગામની સીમમાં એક અજાણ્યા યુવકનું ઠંડીને કારણે મોત નીપજ્યું હોવાનું પીએમમાં જાણવા મળ્યું છે. ચાલુ વર્ષમાં આ બીજા વ્યક્તિનું ઠંડીનું કારણે મોત નીપજ્યું છે.પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર કામરેજ તાલુકાના નવી પારડી ગામની સીમમાં સુમુલ ડેરીનાં મુખ્ય ગેટનાં દિવાલની બાજુમાં આવેલ ગૌચર જમીનમાં પાસે થારોલી ફળીયાનાં સામે વેલંજાથી નવી પારડી જતાં હજીરા રોડનાં બાજુમાં આવેલ ગૌચર જમીનમાંથી તા.16-12-2021નાં રાત્રે 8થી તા.17-12-2021નાં સવારેે એક અજાણ્યો પુરૂષ આશરે 47 વર્ષ મરણ હાલતમાં મળી આવ્યો હતો

જેનાં નામ ઠામની વિગત જાણી શકાય નથી. જે અંગે પોલીસે લાશનો કબજો લઈ પીએમ કરાવતાં જાણવા મળ્યું હતું કે આ યુવકનું મોત ઠંડીને કારણે થયું હોવાનું બહાર આવ્યું છે. ચાલુ વર્ષે જિલ્લામાં આ બીજો કિસ્સો ઠંડીને કારણે મોતનો જોવા મળ્યો છે. ગત દિવસોમાં ઓલપાડ તાલુકામાં એક આધેડનું ઠંડીનું કારણે મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...