તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કારમાં દારૂ સાથે યુવક પકડાયો ઘરમાં તપાસ કરતા વધુ મળ્યો

બારડોલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધામડોદમાં 2 લાખનો દારૂ પકડાયો, અન્ય 3 વોન્ટેડ

બારડોલીના ધામડોદ ગામની સીમમાં બારડોલીથી કડોદ જતા રોડ પર સાઈ મંદિર પાસે જાહેરમાં એક યુવક પોતાની લાલ કલરની આઈ-10 કાર નં. GJ-19-M-1765માં ઈગલીશ દારૂ લઈને ઉભો છે. તેવી બાતમી આધારે પોલીસે રેડ કરતા વિદેશીદારૂ મળી આવ્યો હતો. પકડાયેલ યુવકની પુછપરછ કરતા પ્રફુલકુમાર ગમનભાઈ પટેલ (રહે, ધામદોડ ગામ શાલીગ્રામ રેસીડન્સી ઘર નં.54) હોવાની ઓળખ આપી હતી અને વધુ જથ્થો પોતાના ઘરે રાખેલ હોવાનું જણાવતા, પોલીસે ઘરે તપાસ કરતા ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો તથા ટીન બીયર મળી કુલ 56,200 રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો.

તથા એક હ્યુંડાઈ કંપનીની આઈ-10 કાર જેની કિ. 2,00,000 મળી કુલ્લે 2,56,200નો મુદ્દામાલ સાથે પ્રફુલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય પ્રોહીના ગુનામાં સામેલ 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. હાલ કોવિડ મહામારીના કારણે યુવકનું કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ, રિપોર્ટ આવતા કાર્યવાહી કરવામાં આવશે.

પકડાયેલ આરોપી
પ્રફુલકુમાર પટેલ (રહે, ધામદોડ, 54-શાલીગ્રામ રેસીડન્સી, મુળ રહે. કડોદગામ, ધનગર ફળીયુ, બારડોલી, જી. સુરત)

વોન્ટેડ આરોપી

  • ગીરીશ પરમાર (રહે. કડોદગામ મહાદેવ દેસાઈ ફળીયુ, બારડોલી)
  • અજય ખત્રી (રહે. બારડોલી, નવદુર્ગા સોસાયટી)
  • મિતેશભાઈ મનોજ ઉર્ફે અગ્રવાલ (રહે.વાસદા રૂઢી, તા.કામરેજ)
અન્ય સમાચારો પણ છે...