તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું શીખવી ગયું 2020?:વર્ષ 2020 શીખવી ગયું, તંદુરસ્તી-મેનેજમેન્ટના પાઠ

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શાળા બંધ થતાં ખર્ચને પહોંચી વળવા આત્મનિર્ભર બનવાનું શીખ્યો

વર્ષ 2020 કોરોના મહામારીમાં જીવનમાં લોકો મુશ્કેલીઓનો સામનો કરી પસાર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક મહામારીઓ આવી પરંતુ, લોકોને આટલી મુશ્કેલી સહન કરવાનો વારો આવ્્યો નથી. આ કોરોના મહામારીએ તો, માણસને માણસથી અંતર કરાવ્યું છે. જોકે, મહામારીએ લોકોને અનેક સારા પાઠ પણ શીખવ્યા છે, જેમાં ખાસ કરી શરીર તંદુરસ્ત તો, સમાજ તંદુરસ્તની શીખ લોકોએ મેળવી છે.

સ્વાસ્થ્યની કાળજી રાખવાનું શીખવ્યું છે. વધુમાં આડેધડ રૂપિયા વાપરતા હતા, જેને મેનેજમેન્ટના પાઠ પણ શીખવ્યા છે. ખેડૂત, નોકરિયાત, રોજમદાર સહિત દરેક ગણતરી કરી લોકો ખર્ચ કરતા થયા છે. કોરોનાની મહામારીના સમયે તકલીફ હોવા છતાં, માણસાઈની ઉદારતાના પણ દર્શન કરાવ્યા છે. કોરોનામાં લોકોના જીવનમાં ઘણા પડકારો આવ્યા, પરંતુ તેની સામે મેનેજમેન્ટ થકી બહાર આવવાનું પણ શીખી ગયા છે અને જીના ઇસીકા નામ હે ની ઉક્તિને પણ સાચી ઠેરવી રહ્યાં છે.

જિંદગીમાં પ્રથમ વખત ઠંડીમાં રાત્રે નોકરી કરી રહ્યો છું

હું બાબેન વિસ્તારમાં રહુ છુ. પહેલા નગરની શાળાઓમાં વિદ્યાર્થીઓની વાનમાં વરદી મારી પરિવારનું ભરણપોષણ કરતો હતો. પરંતુ કોરોના મહામારીમાં લોકડાઉન આવતા જ શાળા કોલેજ શરૂ ન થતા વરદીનો ધંધો બંધ થઈ ગયો હતો, જેના કારણે પરિવારનું જીવનનિર્વાહ કરવાની તકલીફ પડી હતી. આવક બંધ થઇ ગઈ હતી. પરિણામે જે નોકરી મળે કરવાની તૈયારી રાખી હતી. અંતે સિક્યુરિટી ગાર્ડની નોકરી મળતા જીવનમાં રાત્રિએ નોકરી કરવાનો અનુભવ નહી હોવા છતાં, હિંમતભેર સ્વીકારી અને નોકરી પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે. જિંદગીમાં પ્રથમ વખત ઠંડીમાં રાત્રે નોકરી કરી રહ્યો છું.- શૈલેષ રગડે, બાબેન બારડોલી

ખર્ચમાં કાપ મૂકી કમ્પ્યૂટર સેન્ટર શરૂ કરી પરિવારને મદદરૂપ બન્યો

મહુવા તાલુકાની ખાનગી સ્કૂલમાં કોમ્પ્યુટર વિષયના શિક્ષક તરીકે નોકરી કરતો હતો. કોરોનાના કારણે આવકમાં અસર થઈ હતી. સંસ્થાએ તેમના દ્વારા બનતી મદદ કરી પણ ઘટ પુરવા આવક વધારવી પણ જરૂર હતી, જેથી તેમણે મહુવામાં દુકાન ભાડે લઈ કોમ્પ્યુટર સેન્ટર શરૂ કરી નાગરિક સુવિધાના કામો શરૂ કર્યા અને સ્પર્ધાત્મક પરીક્ષા, સ્કોલરશિપ ફોર્મ અને કોલેજ એડમિશનના ફોર્મ ભરવાના શરૂ કર્યા અને ટૂંકી ખેતી હોય ખેતી કરવાનુ શરૂ કર્યુ અને પરિવારને મદદરૂપ બન્યો. કોરોનાના કપરા સમયમા જીવનમાં ઘણો ફેરફાર થયો છે. બચત અને આરોગ્યની કાળજી માટે હોટેલમાં ખાવાનું પણ બંધ કરી દીધુ છે. મોજશોખ પાછળ થતા ખર્ચ બંધ કરી સન્માનથી જીવન જીવતા કોરોનાએ શીખવ્યુ છે. - ભાવેશ માહ્યાવંશી, શિક્ષક, મહુવા

શરીરને તંદુરસ્ત બનાવવા સાયકલિંગનો ક્રેઝ

આ વર્ષે સાયકલના વેચાણમાં 60 ટકાનો વધારો નોંધાયો
આ વર્ષે સાયકલના વેચાણમાં 60 ટકાનો વધારો નોંધાયો

કોરોના સામે જંગ જીતવી હોય તો, શરીરની તંદુરસ્તી ખૂબ જરૂરી હોવાનું સમય સાથે લોકો શીખી ગયા હતા. તે માટે કસરત ખૂબ જરૂરી હોય, લોકડાઉનમાં જિમ પણ બંધ હોવાથી લોકો સાયકલની પસંદગી કરી હતી. આ સમય દરમિયાન બારડોલીમાં સાયકલં વેચાણમાં 60 ટકાનો વધારો નોંધાયો હતો. નગરમાં 7 જેટલી સાયકલની દુકાનમાં કોરોના પહેલા રોજના 10 થી 15 સાયકલનું વેચાણ થતું હતું, જ્યારે કોરોના આવ્યા બાદ રોજના 35 જેટલી સાયકલો થતી હતી. કોરોના સામે લડત ચલાવવા શરીરને તંદુરસ્ત બનાવવા સાયકલિંગનો ક્રેઝ શરૂ થયો હતો. બારડોલીમાં લોકો સાયકલિંગ અને રનિંગ વધુ કરતા થતાં બારડોલી પ્રાંત અધિકારીએ કડોદ બારડોલી રોડ પર 8.25 કિમીનો સાયકલિંગ અને રનિંગ રૂટ જાહેર કરી, જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં પણ આવ્યું હતું. -રાકેશભાઈ, દુકાનદાર

કસરત માટે સાયકલિંગથી શરૂઆત કરી, જેને હવે હેબીટ બનાવી દીધી

કોરોના મહામારીએ જીવનમાં ઘણું શીખવ્યુ છે. આ મહામારીથી લોકોને બચાવવા પોલીસ, આરોગ્ય સહિતના કોરોના વોરિયયર્સ તરીકે ખૂબ સેવા આપી છે. જોકે, કોરોનામાં શરીરની તંદુરસ્ત રાખવું જરૂરી હોવાનું સાબિત થયું હતું. બારડોલી નાયબ પોલીસવડા રૂપલ સોલંકીના જણાવ્યા મુજબ મહામારીમાં સતત દોડધામ વધી હતી. આવા સંજોગમાં પોતાની સુરક્ષા એટલી જ જરૂરી હતી. આ લોકડાઉનના દરમિયાન સવાર અથવા સાંજે સમય મળે કસરત માટે સાયકલિંગથી શરૂઆત કરી હતી. જેને હેબીટ બનાવી છે. આજે 15થી વધુ કિમી સાયકલિંગ કરી શરીરની તંદુરસ્તી રાખવાનું વર્ષ 2020માં શીખી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો