ઉકેલ:વડજાખણ ગામે બનનારી માંડવી તાલુકાની પ્રથમ બ્લડબેંકના કામનું ખાતમુર્હૂત કરાયું

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડખાજણમાં બ્લડબેંકનું કામ શરૂ કરવા પૂર્વે પૂજા કરી રહેલા આગેવાનો. - Divya Bhaskar
વડખાજણમાં બ્લડબેંકનું કામ શરૂ કરવા પૂર્વે પૂજા કરી રહેલા આગેવાનો.
  • માંડવી પંથકમાં ઇમરજન્સીના સમયે લોહી માટે પડતી સમસ્યા ઉકેલાશે

માંડવી -માંગરોળ -ઉંમરપાડા વિસ્તારમાં સર્જાતી ઈમરજન્સીની સ્થિતિમાં લોહી માટે બારડોલી- સુરત સુધી લંબાવવું પડે છે. ત્યારે વરજાખણના સમર્પણ આદિવાસી પ્રગતિ ટ્રસ્ટ દ્વારા કાકરાપાર અણુમથક સાથે એમઓયુ કરી આજે વરજાખણ ખાતે બ્લડ બેંકના મકાન માટે ભૂમિપૂજન કરાયું છે.

સુરત જિલ્લા ભાજપ સંગઠનના પૂર્વ મહામંત્રી મહેશભાઈ વસાવા તથા જિલ્લા પંચાયત બાંધકામ અધ્યક્ષ રોહિતભાઈ પટેલ સુમુલડેરીના ડિરેક્ટર રેસાભાઈ ચૌધરી તથા જિલ્લા સંગઠનના મંત્રી ગણેશભાઈ ગામીતની ઉપસ્થિતિમાં વરજાખણ ખાતે બ્લડ બેંકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

સમર્પણઆદિવાસી પ્રગતિ ટ્રસ્ટના પ્રમુખ સ્નેહલભાઈ ચૌધરી તથા મંત્રી દિનેશભાઈ ચૌધરીએ સોને આવકાર્યા હતાં. તથા કાંકરાપાર અણુમથકના સહયોગની સરાહના કરી હતી. મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં સિકલસેલના દર્દીઓ માટે તથા અકસ્માત કે પ્રસુતિના સંજોગોમાં નિર્માણ થનાર બ્લડબેંક આશીર્વાદ બનેશે. માંડવી માંગરોળ ઉંમરપાડા વ્યારા સોનગઢ તથા બારડોલીના ઘણા ગામોને ઈમરજન્સીના સંજોગોમાં દૂર સુધી લોહી માટે પડતી સમસ્યા દૂર થશે.

અન્ય સમાચારો પણ છે...