આપઘાત:માંડવીમાં પત્નીએ ઇરાદાપૂર્વક પર્સ નીચે ફેંક્યું, પતિ બાઇક થોભાવી લેવા ગયો ને પોતે પુલ પરથી ઝંપલાવ્યું

માંડવી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નના 21 વર્ષ બાદ પણ સંતાન સુખથી વંચિત મહિલાએ આપઘાત કર્યો

માંડવી તાપી નદીના પુલ પરતી પતિ - પત્ની બાઈક પરતી પસાર થઈ રહ્યા હાતંતે દેરમિયાન પત્નીએ પાકીટ પાડી નાંખી ગાડી થોભાવવાનું કહેતા પતિએ બાઈક થોભાવી પાકીટ લેવા જતા પત્નીએ પુલ પરતી તાપીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ દેસરા, બિલીમોરાના રહીશ હિતેશકુમાર રમણલાલ રાણા (48)ના લગ્ન 21 વર્ષ પહેલા માંડવી ખાતે ભાવનાબેહન રાણા સાથે થયા હતાં. લગ્ન જીવનમાં કોઈ સંતાન ન હોવાને કારણે ભાવનાબહેન હંમેશા માનસિક તણાવમાં રહેતા હતાં. જેથી નવસારીના તબીબની સારવાર ચાલતી હોય.

ઘટનાના દિવસે પતિ- પત્ની પોતાની મોટરસાઈકલ (GJ-21D-3463) પર નવસારી ગયા હતાં. અને ત્યાંથી માંડવી સાસરીમાં આવ્યા હતાં. ત્યારે માંડવી તાપીના પુલ પરથી પસાર થતી વેળા ભાવનાબેહન પાકીટ રોડ પર પાડી નાંખેલ જેથી હિતેશભાઈ બાઈક થોભાવી પાકીટ લઈને આવે એ સમયમાં ભાવનાબેહન તાપીના પુલ પરથી ઝંપલાવી મોતને વ્હાલુ કર્યુ હતું. ઘટના અંગે માંડવી પોલીસને જાણ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...