તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપોત્સવનો ઉત્સાહ:અભિવ્યક્તિની રીત અલગ પણ સંદેશો એક.... હેપ્પી દિવાળી

બારડોલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પ્રકાશનો તહેવાર દિવાળીના દિવસોમાં ઘર, ગામ, શહેર રોશનીથી ઝગમગી ઉઠે છે. ત્યારે બારડોલી નગરપાલિકાએ નગરજનોને દિવાળીના તહેવારમાં સ્વચ્છતાનો સંદેશ માટે આરોગ્ય વિભાગ અને ન્યુ ફાઉન્ડેશન સંસ્થાની લોકભાગીદારીમાં 250 દીવડાઓ પાલિકા ઓફિસ પર પ્રગટાવ્યા હતા.

સુરત રૂરલની 108 અને ખીલખીલાટ ટીમોએ રંગોળી બનાવી દીવાળી ઉજવી હતી. જેમાં ઉમરપાડા, ઝંખવાવ વાંકલ, વાડી, માંડવી, અરેઠ, મઢી, બારડોલી, મહુવા અને અનાવલની ટીમે સુંદર રંગોળી બનાવી હતી.

પ્રકાશપર્વ દિવાળીમાં સ્વયંની સાથે અન્યોને ઉપયોગી નિવડીએ તો આ આનંદ અનેક ઘણો વધે એવી ભાવના સાથે સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ ઉચ્છલના ચઢવાણ ગામે આવેલા મારુતિ વનવાસી છાત્રાવાસના ભુલકાંઓને નવા કપડાં તથા મિઠાઇ અને ફટાકડાનું વિતરણ કર્યું સાથે છાત્રાવાસને એક માસ સુધી ચાલે એટલું કાચું સીંધુ પુરૂ પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો