માંડવી તાલુકાના કાલીબેલ ગામે આવેલ માયા તળાવની લંબાઈ 95 મીટર , ઉડાઈ 4 મીટર તથા પહોળાઈ 45 મીટર ધરાવે છે. તળાવ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે અને હાલમાં આગવી શોભાને ધારણ કરતાં માયા તળાવનો વિસ્તાર આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.
માયા તળાવની ફરતે આવેલ અંદાજીત પચાસેક વૃક્ષઓની હરિયાળી વચ્ચેના નિર્મલ નીરમાં ખીલતાં રંગીન કમળના પુષ્પોની શોભાથી જાણે અલૌકિક વાતાવરણ નિર્માણ પામ્યું છે. તળાવ કિનારો જાણે પક્ષીતીર્થ બની ગયું છે. એટલા જ માટે આ તળાવનું પાણી પણ પશુ પક્ષીઓ માટે જ રિર્ઝવ રખાયું છે. માંડવી તાલુકાના અંતરયાળ વિસ્તારની શોભાની જાળવણી માટે માંડવી વનવિભાગ સતત સતર્ક રહી અનમોલ ભેટની સુરક્ષા માટે કટિબદ્ધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.