ભ્રષ્ટાચારની શંકા:કચરો પ્રોસેસિંગ કરતી એજન્સીને સાડા ચાર માસમાં રૂ. 1.69 કરોડ ચૂકવ્યા બાદ શંકા, આજે ખાસ સભા

બારડોલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
નાંદીડાનો ડમ્પિંગ સાઈડ પ્લાન્ટ. - Divya Bhaskar
નાંદીડાનો ડમ્પિંગ સાઈડ પ્લાન્ટ.
 • એજન્સીએ જાન્યુઆરીના 15 દિવસ અને જૂનના 15 દિવસ સુધીના 5 માસમાં 59 હજાર ટન કચરાનું પ્રોસેસિંગ કર્યું હોવાની નોંધ
 • 1 ટનના 330 રૂ. પ્રમાણે ગણતરી કરતા 1.95 કરોડ થાય છે. જોકે, જૂનના 15 દિવસનું બિલ ચૂકવવા પર હાલ રોક
 • પાલિકાએ જાન્યુઆરીથી 31 મે સુધી 56 હજાર ટન કચરાના પ્રોસેસિંગની દોઢ કરોડથી વધુ ચુકવણું કર્યું છે

બારડોલીનો નીકળતો કચરો, નાંદિડાના ડમ્પિંગ સાઈડમાં એકત્રિત થયો હોય, જેના પ્રોસેસિંગ માટે માધવ એન્ટર પ્રાઈઝ એજન્સીને જાન્યુઆરીમાં કામ સોંપ્યું હતું. રોજના 330 ટન કચરાનું પ્રોસેસિંગ કરતો પ્લાન્ટ ફિટ કરાયો હતો. જેમાં 4.5 માસમાં કચરાનું પ્રોસેસિંગ 51 હજાર ટન કરી, જેના 1.69 કરોડ રૂપિયાનું બિલ પાલિકાએ ચૂકવ્યું હતું.

આ હકીકત પાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન કિશોર ચૌધરીને ધ્યાને આવતા આરોગ્ય અધિકારી સાથે સ્થળ નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી, જેમાં કામગીરી સંતોષકારક ન હતી. ચુકવણી કરેલ બિલ તપાસતા શંકાસ્પદ હોય તપાસ કમિટી બનાવવા ખાસ સભા બોલાવવા પ્રમુખ ફાલ્ગુની દેસાઈને લેખિતમાં જાણ કરી હતી, જે આધારે બુધવારે ખાસ સભા મળનાર છે. ત્યારે કહેવાતા ભષ્ટ્રચારમાં પાલિકા અધિકારી, કર્મચારીઓનો સમાવેશ બાબતે અટકળો છે. શાસકો તપાસ કરી માર્ગના પીળા પટ્ટા અને રીફલેક્ટરનો એજન્સીનો ભષ્ટ્રચાર બહાર લાવ્યા હતા, એજ રીતે હકીકત બહાર લાવશે કે પછી પાણીમાં બેસી જશે ? જેવા પ્રશ્નો ટોક ધ ટાઉન બન્યા છે. જોકે એજન્સીએ 15 જૂન સુધીમાં 5.5 માસમાં 59 હજાર કચરાનું પ્રોસેસિંગ કર્યું હોવાનું અને જે પેટે 1.95 કરોડ રૂપિયા ગણતરીમાં થયા છે. 25.44 લાખ રૂપિયા બાકી છે અને બાકીના જૂનના 15 દિવસનો પ્રોસેસિંગ હિસાબ હજુ બાકી હોવાનું જણાવે છે.

એજન્સીએ એક ટન કચરાનું 331 રૂપિયા મુજબ પ્રોસેસિંગ કરેલ કચરાની માહિતી

માસટન કચરોપ્રોસેસિંગના રૂ.
જાન્યુઆરી (15 દિવસ)4,50314,90,493
ફેબ્રુઆરી9,30430,79,624
માર્ચ10,38234,19,892
એપ્રિલ10,12233,50,382
મે (15 દિવસ 24 કલાક)17,07156,50,501
જૂન (15 દિવસ સુધી)7,68625,44,066
કુલ59,0691,95,34,959

નાંદીડાની ડમ્પિંગ સાઈટમાં આવતો રોજનો એવરેજ કચરો

 • બારડોલી 20 ટન
 • કડોદરા 05 ટન
 • બાબેન પંચાયત 01 ટન
 • તેન પંચાયત 900 કિલો
 • ધામડોદ પંચાયત 700 કિલો

પ્રોસેસિંગ માટે ઉપયોગમાં લેતાં સાધનો

 • 1 ટોમેલ મશીન (રોજના 300 ટન પ્રોસેસિંગની કેપિસિટી)
 • 3 જેસીબી
 • 2 ટ્રક લોડર
 • 1 ફોકલેન મશીન

મે માસના 15 દિવસ 24 કલાક પ્રોસેસિંગ
મે માસના પહેલા 15 દિવસ અગાઉના નિત્યક્રમ મુજબ પ્રોસેસિંગ દિવસ દરમિયાન કરવામાં આવતું હતું, ત્યાર બાદના 15 દિવસ મશીન 24 કલાક ચાલુ રાખી પ્રોસેસિંગ કરવામાં આવ્યું હોવાનું જણાવે છે.

પહેલા એજન્સી પાસે 51 હજાર ભાડુ વસૂલતા, 6 માસથી કરોડો રૂપિયા એજન્સીને ચૂકવાયા
અગાઉ ડોર ટુ ડોર નીકળતો કચરાનું પ્રોસેસિંગ કરવા માટે એજન્સીએ મહિનાના 51 હજાર રૂપિયા પાલિકામાં જમા કરાવવાનો કરાર કર્યો હતો, જેમાં પાલિકાની આવક ઉભી કરવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ એજન્સીએ કચરાનો નિકાલ કરવામાં અસમર્થ રહી હોવાથી ખડકલા થયા હતા. વધુમાં રૂપિયાની ભરપાઈ નહિ કરતા લાખ્ખો રૂપિયા લેવાના બાકી છે. ત્યારબાદ જાન્યુઆરીમાં નવી એજન્સીને એક ટન કચરાનું પ્રોસેસિંગ કરવા માટે પાલિકા 331 રૂપિયા આપવાનું નક્કી કરી કામગીરી સોંપી હતી. જેમાં એજન્સીએ દર માસે 30 લાખ રૂપિયા જેટલું બિલ લેવાનું શરૂ કરતાં જ કર્મચારીઓમાં શંકા શરૂ થઈ હતી. આખર એજન્સીએ 5 માસમાં જ 1.50 કરોડથી વધુનું બિલ પણ મંજુર કરાવી લેતાં આરોગ્ય સમિતિ ચેરમેનને ખર્ચ વધુ લાગતા તપાસ કરતા, ખોટું થતું હોવાનું જણાતા, વધુ તપાસ માટે ખાસ સામાન્ય સભા મળનાર છે.

ડમ્પિંગ સાઇટનો વજનકાંટો ચાલુ જ નથી થયો
​​​​​​​બારડોલી નગરપાલિકાના આરોગ્ય વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટર રાજેશ ભટ્ટના જણાવ્યા મુજબ કચરાનું પ્રોસેસિંગ માટે ટ્રકમાં એક વખતમાં 12થી 15 ટન કચરો ભરવામાં આવે છે. સાઈડ પર એજન્સીએ મુકેલો વજનકાંટો ચાલુ થઈ શક્યો ન હોવાથી હાઇવે પર સહકારી સંસ્થાની સામે આવેલા વજનકાંટા પર વજન કરવા ટ્રક આવે છે, જેમાં એક વખત વજન કર્યા બાદ દિવસ દરમિયાન એવરેજ વજન આધારે નોંધ થતી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...