તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્સાહભેર ટ્રેનનું સ્વાગત:નવા રૂપ રંગ સાથે વઘઈ-બીલીમોરા ટ્રેન અનાવલ સ્ટેશન પર આવી પહોંચતા ઉત્સાહભેર સ્વાગત

મહુવા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાયકવાડ જમાનાની નેરોગેજ ટ્રેન પુન: નવા રૂપરંગ સાથે શરૂ થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે. - Divya Bhaskar
ગાયકવાડ જમાનાની નેરોગેજ ટ્રેન પુન: નવા રૂપરંગ સાથે શરૂ થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે.
  • લોકડાઉનમાં બંધ થયેલી નેરોગેજ ટ્રેન અનેક રજૂઆત બાદ શનિવારથી પુન: શરૂ કરાઇ

વઘઇ-બીલીમોરા ટ્રેન પુન: આજરોજ પાટે દોડતી થઈ છે.ત્યારે સમગ્ર આદિવાસી વિસ્તારમાં આ ટ્રેનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો મહુવા તાલુકાના અનાવલ રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા આ વિસ્તારની જનતામાં આનંદની લહેર જોવા મળી રહી છે.

પ્રાપ્ત વિગત મુજબ લોકડાઉન સમયમાં વઘઇ-બીલીમોરા ટ્રેનના પૈડાં થંભી જતા લોકોએ આ ટ્રેન પુન: શરૂ થવાની આશા જ છોડી દીધી હતી.ત્યારે અનેક રજૂઆતો બાદ બીલીમોરા-વઘઇ ટ્રેન બીલીમોરા ખાતેથી શનિવારે સાંસદ સી.આર.પાટીલના હસ્તે ટ્રેનને લીલી ઝંડી બતાવાતા જ ટ્રેન ફરી પાટે દોડતા લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

શનિવારે અનાવલ રેલવે સ્ટેશન પર ટ્રેન આવી પહોંચતા પરિવારના સભ્ય પરત આવી રહ્યા હોય તેમ લોકો ઉત્સાહભેર ઠેર ઠેર ટ્રેનનું સ્વાગત કરી રહ્યા છે.તો પ્રવાસીઓએ પણ એડવાન્સ બુકીંગ કરી આ ટ્રેનમાં મુસાફરી કરવાની મજા કરી રહ્યા છે.ગાયકવાડ જમાનાની આ ટ્રેન પુન: નવા રૂપરંગ સાથે શરૂ થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...