તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંચાઇ સગવડ:ઉદ્દવહન યોજનાથી 89 ગામોના ખેડૂતોને લાભ મળ્યો

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાની સમિતિએ કાકરાપાર-ગોડધા- વડ ઉદ્દવહન સિંચાઈ યોજનાની મુલાકાત લીધી

વિધાનસભાની અનુસૂચિત જન જાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષ નરેશ પટેલની આગેવાની હેઠળ સમિતિમાં સમાવિષ્ટ ધારાસભ્ય સર્વ અભેસિંહ તડવી, વિજયભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરીએ આજરોજ માંડવી તાલુકાના ગોડધા પમ્પીંગ સ્ટેશન ખાતે કાકરાપાર-ગોડધા-વડ ઉદ્દવહન સિંચાઈ યોજનાની મુલાકાત લઈ લાભાર્થી આદિવાસી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.

આ વેળાએ અધ્યક્ષ નરેશ પટેલે જણાવ્યું હતું કે, આદિવાસી બાંધવોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસની સાથે જીવનધોરણમાં આમૂલ પરિવર્તન આવે તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે. છેવાડાના આદિવાસી ખેડૂતોને સિંચાઈની સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજય સરકારે 511 કરોડના ખર્ચે કાકરાપાર-ગોડધા-વડ ઉદ્દહવન સિંચાઈ યોજનાને સાકારિત કરી છે તેના કારણે માંડવી અને માંગરોળના 89 ગામોના 29,000 ખેડૂતોને સીધો ફાયદો થયો છે.

ખેડૂતોને મળેલા પાણીરૂપી પારસમણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને ડ્રીપ ઈરીગેશન પધ્ધતિની ખેતી કરીને આવનારા દિવસોમાં સમૃધ્ધ બનવાનો અનુરોધ પટેલે કર્યો હતો. સિંચાઈની મંડળીઓના અગ્રણીઓને કહ્યું કે, મોટુ મન રાખીને અદના માનવીઓને સિંચાઈનું પુરતુ પાણી મળી રહે તે માટે કાળજી લેવા જણાવ્યું હતું. પટેલે રાજય સરકારની યોજનાઓનો સરળતાથી લાભ મળી રહે તે માટે દરેક આદિવાસી ખેડૂતોએ પોતાની વારસાઈ કરાવીને 7/12માં કુટુંબના નામ દાખલ કરાવી લેવાની શીખ આપી હતી.

આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી કરવા તેમજ દીકરીઓને ભણાવવાની અપીલ પટેલે કરી હતી.વડ ગામના સરપંચ ભુપેન્દ્રભાઈ ચૌધરીએ જણાવ્યું કે, ઉનાળા દિવસોમાં અમારા વિસ્તારમાં પાણી સમસ્યા રહેતી હતી. આ યોજનાથી અમારા ગામ-વાડીની કોતરો સજીવન થઈ છે. પાણીના તળ ઉચા આવતા અમારા સુકાયેલા બોરમાં પાણી આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...