તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:દેગામા બાયપાસ બ્રિજ પરથી ટ્રક નદીમાં ખાબકી

માયપુર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બ્રિજ પર પડેલા મોટા ભુવા અને ધોવાણને લીધે ટ્રક નદીમાં ઉંધી વળી ગઈ હોવાની ચર્ચા

વાલોડ તાલુકાના દેગામાથી ટીચકપુરા આર.ટી.ઓ નજીક જતો લો લેવલ બ્રિજ જેટકો પાસે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે, આજ જગ્યાએ હાઈલેવલ બ્રિજની કામગીરી બે-ત્રણ મહિનાથી મંદ ગતિએ ચાલી રહેલ હોય, ચેકડેમના પાણીના ભરાવાને કારણે હાઈ લેવલ બ્રિજની કામગીરી બંધ કરી દેવામાં આવી છે, આ હાઈ લેવલ બ્રીજની કામગીરી પૂર્ણ કરવાની મુદત છ મહિના હતી, જે હાલની પરિસ્થિતિ બે-ત્રણ વર્ષે પણ પૂર્ણ થશે કે કેમ એક પ્રશ્ન ઉભો થયો છે, નવા હાઈ લેવલ પુલની કામગીરી શરૂ કરતાં પહેલાં લો લેવલ બ્રિજ તોડી નાખવામાં આવ્યો હતો, અને વૈકલ્પિક બાયપાસ માટીનો પુલ બનાવવામાં આવ્યો છે, જે વારંવાર ધોવાઈ જવાના કારણે અને એ માટીના વૈકલ્પિક બાયપાસ ઉપર ભુવા પડી જવાને કારણે કેટલીક વખત ટ્રાફિક સદંતર બંધ કરવામાં આવે છે,

હાઇલેવલ બ્રીજની નીચાણવાળા વિસ્તારમાં ચેકડેમમાં સો ટકા ભરાઈ જશે ત્યારે પાણીનો લેવલ બાયપાસ પાસે હજી લેવલ વધે તેવી પરિસ્થિતી હોય લોકોને મોટી તકલીફનો સામનો કરવો પડશે.આ બાયપાસ પરથી ગતરોજ એક ટ્રક લાકડા ભરી દેગામાં કોંકણવાડ તરફ જઈ રહી હતી, તે અરસામાં માટીના બાયપાસ પર એક તરફ નમી જતા ટ્રક ઉંધી પડી ગઈ હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ચોમાસા પહેલા નવો બ્રિજ ન બને તો 10 કિમીનો ચકરાવો વેઠવો પડશે​​​​​​​
​​​​​​​ચોમાસા પહેલા હાઇ લેવલ બ્રિજ બનાવવામાં ન આવે તો દેગામા, અંબાચ, વેડછી, બુટવાડા, વાલોડ વગેરે ગામોની જનતાએ આર.ટી.ઓ કે વ્યારા જવાનો માર્ગ મોટા ફેરાવાથી જવું પડશે, ખેડુતોએ બાજીપુરા થઇ 9 થી 10 કિલોમીટરનો ફેરો ખાઈ ચોમાસામાં અવરજવર કરવી પડવાની હાલ શક્યતાઓ દેખાઈ રહી છે, હાલ ભર ઉનાળે બ્રિજ નિર્માણ ન થતા ચોમાસા દરમિયાન ભરપૂર પાણી હશે ત્યારે આપ પાણીનો પ્રવાહ ફરી વળવાને લોકો શંકા સેવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો