તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં વધુ એક મોત સાથે કુલ મરણાંક 462, 80 પોઝિટિવ સામે 163 રિકવર

બારડોલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણની સંખ્યા ઘટી રહી છે. મંગળવારના રોજ 80 સંક્રમિત નોંધાયા છે. જેની સામે 163 નેગેટિવ થયા છે. જ્યારે એકનું મોત નીપજ્યું છે. સુરત જિલ્લામાં કોરોના સંક્રમણનો દર ઘટતા રાહતનો અનુભવ થઈ રહ્યો છે. મંગળવારે ના રોજ 80 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેની સાથે કુલે 31354 કોરોના પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 163 લોકો નેગિટિવ થતાં અત્યાર સુધીમાં 29599 લોકો ડિસ્ચાર્જ થઈ ઘરે પહોંચ્યા છે. આજરોજ મંગરોળની 55 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. જિલ્લામાં મરણાંક 462 પર પહોંચ્યો છે.

વિવિધ તાલુકા મુજબ નોંધાયેલા કેસ

તાલુકોઆજેકુલ
ચોર્યાસી05067
ઓલપાડ204157
કામરેજ25819
પલસાણા13486
બારડોલી174994
મહુવા172237
માંડવી182155
માંગરોળ53129
ઉંમરપાડા0310
કુલ8031354
અન્ય સમાચારો પણ છે...