તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:સુરત જિલ્લાનું તાપમાન એક દિવસમાં બે ડિગ્રી વધ્યું

બારડોલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં ફેબ્રુઆરી માસની શરૂઆતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. એક દિવસમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર સુરત જિલ્લામાં ફેબ્રુઆરીના પારંભથી તાપમાનનો પારો પણ વધી રહ્યો છે. લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં દિવસ દરમિયાન બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન તાપમાનનો પારો 30 – 32 ડિગ્રી પર પહોંચતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે રાત્રિના સમયે પવનના સૂસવાટાને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહ્યું હતું .

જ્યારે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહ્યું હતું. શનિવારના રોજ દિવસ દરમિયાન તાપમાન 32 ડિગ્રી પર પહોંચ્યું હતું જેથી લોકો ઘરમાં પંખાનો સહારો લેવો પડ્યો હતો. જ્યારે રાત્રિના સમયે તાપમાનમાં 15 ડિગ્રી ઓછું થતાં મધ્યરાત્રીએ લોકો ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. દિવસ અને રાત્રીના સમયે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. જિલ્લામાં એક દિવસમાં બે ડિગ્રીનો વધારો થયો છે. દિવસ દરમિયાન પૂર્વ પશ્ચિમ દિશામાં 13 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો