કામગીરી:શિક્ષકોને હવે ગામમાં ફરીને સર્વે કરવાની કામગીરી સોંપવામાં આવી

બારડોલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોને જવાબદારી સોંપાતા બાળકોના અભ્યાસ પર અસર

હવે બારડોલી તાલુકાનાં પ્રાથમિક શાળાના 115થી વધુ શિક્ષકોને તાલુકાનાં ગામોમાં ઘરે ઘરે જઈને લોકોની એસ.સી., એસ.ટી., ઓબીસી, જનરલ એમ જાતિ પ્રમાણેની યાદી બનાવવા, ગામની કુલ વસ્તીનો સર્વે કરવાની કામગીરી સોંપાતા, વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થવાની શક્યતાને લઈ વાલીઓ તેમજ શિક્ષકોમાં રોષ ફેલાયો છે. દર અઠવાડિયે લેવાતી એકમ કસોટીની તૈયારી પણ કરવાની હોય, જેથી શિક્ષકોને અન્ય કામગીરીમાં પરોવાયેલા રહેતા મુશ્કેલ બનશે.

વિધાનસભા 1/1/2022ની પ્રસિધ્ધ થયેલ છેલ્લી મતદાર યાદીની સ્થિતિ મુજબ કેટેગરી વાઇઝ વસતિનો સર્વે કરી માહિતી તૈયાર કરવા તાલુકાનાં તલાટીઓ, ગ્રામ સેવકો, સહિત શિક્ષકોના ઓર્ડર કરાતા શિક્ષણ કાર્ય પર માઠી અસર થવાની શક્યતા છે. શિક્ષણ કાર્ય સિવાયની અન્ય કામગીરીમાં વ્યસ્ત રખાતા શિક્ષકોને નવી કામગીરી સોપાતા વાલીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

હર ઘર તીરંગા કાર્યક્રમમાં પણ કામગીરી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનાર 11 ઓગસ્ટથી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તીરંગા કાર્યક્રમમાં પણ પ્રાથમિક શાળાના શિક્ષકો ઘરે ઘરે ફરી સમજણ આપી લોકોમાં જાગૃતતા લાવવાની કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓના અભ્યાસ સિવાયની કામગીરીમાં સતત વ્યસ્ત રહેતા અભ્યાસ પર અસર થતી જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...