કાર્યવાહી:શિક્ષકે વિદ્યાર્થિની સાથે સંબધ બાંધ્યો ઇન્દોરમાં અપહરણની કોશિશ કરી

કીમએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સિવાણ ગામની એક શાળાના શિક્ષકને પોલીસે પકડ્યો

ઓલપાડ તાલુકાના સિવાણ ગામે રહેતી અને સિવાણ ગામે આવેલી ગુરુકૃપા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધોરણ 9ની સગીરાને શિક્ષકે મરજી વિરુદ્ધ સંબધ બાંધી, અપહરણની કોશિશ કરતા પોલીસે શિક્ષકને પકડી પાડ્યો છે. સીવાણ ગામે ગુરુકૃપા વિદ્યાલયમાં ધોરણ9માં અભ્યાસ કરતી 13 વર્ષીય સગીરાને અભ્યાસ કરાવતા શિક્ષક પપ્પુ ઉર્ફે અર્જુન ઓમપ્રકાશ ગુપ્તા (25) (રહે,મૂળદ શુકન રો હાઉસ ઘર નં 7) દ્વારા તેને લગ્નની લાલચ આપી મૂળદ બાલાજી ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં તેની મરજી વિરુદ્ધ મરજી વિરુદ્ધ સંબધ બાંધ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થિની પરિવાર સાથે ઉજ્જૈન ગઈ હોય અને ઉજજૈનથી વતન ટ્રેન મારફત જતી હતી.

ત્યારે શિક્ષક જાણી ગયો હતો અને ત્યાં પહોંચી પપ્પુ ઉર્ફે અર્જુન ઓમ પ્રકાશ ગુપ્તા ઇન્દોર પહોંચી તેનું અપહરણ કરવાની કોશિશ કરી હતી. તે દરમિયાન પિતાએ પુત્રીની પૂછપરછ કરી હતી. ત્યારબાદ તુરંત પિતાએ કિમ પોલીસ મથકે પહોંચી શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પોલીસે પિતા અને સગીરાનું નિવેદન લઈ આરોપી શિક્ષક વિરુદ્ધ ચિલ્ડ્રન સેક્સ્યુઅલ ઓફન્સ એકટ 2012ની મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી શિક્ષકની સગાઈ થઈ ગઇ હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...