તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:તાંત્રિક વિધિથી રૂપિયા પાડી આપવાની લાલચ આપી ઠગે 6.72 લાખ પડાવી લીધા

બારડોલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાંત્રિક વિધિ કરાવવા આવેલો રાજકોટનો યુવક ભેરવાયો, વિધિ અધૂરી છોડતા શંકા ગઇને ભાંડો ફૂટ્યો

રાજકોટનો ઇમિગ્રેશનનો ધંધો કરતા યુવકને યુપીના 4 યુવકોએ તાંત્રિક વિધિથી રૂપિયા પડાવવાની લાલચ આપી હતી અને કામરેજની હોટલમાં રોકાય સામાન ખરીદવાના નામે 6.72 લાખ પડાવી લીધા હતા. બાદમાં વિધિ શરૂ કરી પરંતુ અધૂરી રાખી હતી, જેથી યુવકને શંકા જતા રૂમમાં પુરી મિત્રની મદદથી ધમકાવી પૂછપરછ કરતાં છેતરપિંડી કરી હોવાની પોલ ખુલી હતી. જે અંગે પોલીસમાં 4 સામે ફરિયાદ આપી હતી. જ્યારે સામે પક્ષે પણ રૂમમાં પુરી મારમાર્યો હોવાની ફરિયાદ આપતા સામસામે ગુનો નોંધાયો હતો. રાજકોટનાં જલારામભાઇ કેશવભાઇ ગોંડલિયા ઇમીટેશનનો ધંધો કરે છે. અવારનવાર ઇંદોર જવાનું થતું હોય, ત્યાં શૈલેન્દ્ર ઉફે ઠાકોરભાઇ ભંવરસીંગ ભાટી સાથેે 6 વર્ષથી મિત્રતા થઇ હતી.

4થી ફેબ્રુઆરીનાં ધંધા માટે મુંબઇની હોટલમાં રોકાયા હતા. ત્યારે શૈલેન્દ્રએ ફોન કરી જણાવ્યું હતું કે, યુ.પી.થી તાંત્રિક ગુરુજી આવેલા છે અને મુંબઇની હોટલમાં રોકાયેલા છે. તાંત્રિક વિધીથી રૂપિયા પાડવાનું કામ કરે છે. અને બીજે દીવસે મુંબઇની હોટલમાં શૈલેન્દ્ ભાટી ચાર યુવકો જાવેદખાન, વિકાસ ગોતમ તથા બીજા બે ઈસમોને લઇને આવ્યો હતો. જાવેદખાન અને વિકાસ ગોતમ તાંત્રિક વીધી કરશે અને દયાશંકર સીંગ અને મો.જીયાખાન પણ આવી જ વીધી કરવાનાં હોવાથી જોવા આવ્યા છે.

તેઓએ ગુરૂજીને રોકડા 20 હજાર અને 4 પ્લેનની ટિકિટનાં 27 હજાર તથા હોટલનાં રૂમનાં 10 હજાર મળી 57 હજાર આપ્યા છે, જેથી યુવકે વિધી કરવા માટે ખર્ચ અંગે પૂછતા 6 લાખની વાત કરી હતી અને વિધી કરવાનું નકકી કર્યુ હતું. પરંતુ મુંબઇમાં વિધી શક્ય ન હોય કામરેજમાં વિધી કરવાનું નક્કી કર્યુ હતું. તા 6 ફેબ્રુઆરીનાં કામરેજ ટોલનાકા નજીક આવેલી જલારામ હોટલનાં બે જુદા જુદા રૂમમાં જાવેદખાન અબ્દુલ હસનખાન (રહે.સુલતાનપુર ) તથા વિકાસ સુખદેવ ગોતમ (યુ.પી.) તથા 101માં જલારામ ગોંડલિયા અને શૈલેન્દ્ ભાટી રોકાયાં હતા.

વીધી માટે કસ્તુરી લાવવાની હોવાથી, 06 લાખ લઇને 2 માણસો મુંબઇ ગયાં હતા, સાથે વિધીનો સામાન લાવવા માટે 15000 આપ્યા હતા. બધો સામાન આવી ગયા બાદ વીધી કરવા માટે જલારામ ગોંડલીયાનાં મિત્ર વિશાલ પટેલનાં સચીન જીઆઈડીસીમાં આવેલા કારખાનામાં ગયા હતા, અને અડધો કલાક ચાલેલી વિધીમાં કસ્તુરીની બાટલીમાંથી પ્રવાહી હવનમાં નાંખવા જણાવ્યુ હતું. બાટલી ફાટી ગઈ હોવાથી અંદરથી કોઇ પ્રવાહી ન નીકળતા, જાવેદે જણાવેલ કે વિધી થશે નહીં ગુરૂજી આવશે નહીં વીધી કરવા માટે કસ્તુરીની બીજી બાટલી લાવવી પડશે, આ વિધિ આવતી કાલે કરીશું “તેમ જણાવતા બધા પરત કામરેજ હોટલ પર આવી ગયા હતા.

પરંતુ બાદમાં જલારામને છેતરપીડીની શંકા જતાં જલારામ ગોંડલીયા અને શૈલેન્દ્રએ બંન્ને યુવકો જાવેદખાન અનેે વિકાસ ગૌતમને રૂમ નં 101માં ગોંધી પૂછતાં આખર કબૂલાત કરી હતી, કે પૈસા વરસાવવાની વિધીનાં બહાને તમારી પાસેથી રૂપિયા કઢાવેલ જે રૂપિયા સામાન લેવા ગયેલા ત્યારે મુંબઇમાં અમારા માણસને આપી આવ્યા હોવાનું જણાવતા ભાંડો ફૂટ્યો હતો. તાંત્રીકવિધીથી રૂપિયા પાડવાનાં બહાને મુબઇ અને યુપીનાં 4 યુવકોએ વીધી સામાન ખરીદવાનાં નામે 15 હજાર તથા દયાશંકર પાસેથી 57 હજાર મળી, કુલ 6.72 લાખ રૂપિયા પડાવી લેતા જાવેદખાન અબ્દુલખાન તથા વિકાસ ગૌતમ તથા બીજા શખ્સો સામેે છેતરપીંડીની ફરીયાદ આપતા ગુનો નોંધાયો હતો.

સામે પક્ષે પણ રૂમમાં પુરી માર મારવાની ફરિયાદ
સામે પક્ષ જાવેદ અબ્દુલખાને પણ સામે જલારામ કેશવ ગોંડલિયા અને શૈલેન્દ્ ઉફે ઠાકોરભાઇ ભાટી, દયાશંકર મીનતા સીંગ રાજપુત, મોહંમદ જીયાખાન મો.જફરખાન વિરૂધ્ધ પોતાને અને વિકાસને કામરેજના ગેસ્ટ હાઉસનાં રૂમમાં ગોંધી રાખી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ આપતા બને પક્ષેની ફરિયાદ આધારે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો