તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:આજથી નવા સત્રનો આરંભ પણ અભ્યાસ હજી ઓનલાઈન રહેશે

બારડોલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉનાળું વેકેશન પૂર્ણ થતા ફરી હોમ એજ્યુકેશન શરૂ

રાજ્ય સહિત સુરત જિલ્લાની શાળાઓમા આજે ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ રહ્યુ છે.આજે વેકેશન પૂર્ણ થતા આવતીકાલથી શાળાઓ ફરી શરૂ થશે.શાળા તો શરૂ થશે પરંતુ ફરી બીજા વર્ષે પણ વિદ્યાર્થીઓએ ઘરેથી જ ભણવાનું રહેશે.કોરોનાને લઈ બીજા વર્ષે પણ બાળકોએ ઓનલાઈન શિક્ષણ જ લેવું પડશે.

પ્રાપ્ત વિગત મુજબ કોરોનાની કહેરને લઈ ગત વર્ષે શાળાઓ શરૂ તો થઈ હતી પરંતુ સમગ્ર શૈક્ષણિક સત્ર બાળકોએ ઘરે બેસી જ ઓનલાઈન અભ્યાસ કર્યો હતો.હવે આજથી ઉનાળુ વેકેસેન પૂર્ણ થયુ છે અને સોમવારથી શાળાઓ શરૂ થનાર છે પણ કોરોનાની બીજી લહેર પ્રથમ લહેર કરતા વધુ ઘાતક સાબિત થઈ રહી છે જેને લઈ સતત બીજા વર્ષે પણ બાળકોએ ઘરે બેસી ઓનલાઈન શિક્ષણ જ લેવુ પડશે.આ અંગે શાળા સંચાલકને પૂછતા તેમણે જણાવ્યું હતુ કે શાળા સોમવાર થી શરૂ થતી હોવાના કારણે તમામ નિયમોનું પાલન કરવામાં આવશે.સરકારની sop પ્રમાણે જ સ્કૂલો શરૂ થશે.તમામ શિક્ષકો અને સ્ટાફનું રોજ થર્મલ સ્ક્રીનીંગથી ટેમ્પરેચર ચેક કરાશે.અને જ્યાં સુધી સરકાર તરફથી કોઈ સૂચના ન આવે ત્યાં સુધી બાળકોને શાળામાં બોલાવવામા આવશે નહિ.

જોકે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ઘરે બેસી ઓનલાઈન અભ્યાસ કરતા બાળકોએ ચાલુ સત્રમાં પણ ફરી ઘરેથી જ ઓનલાઈન અભ્યાસ કરવાનુ જણાવતા તેઓમાં ભારે નિરાશા ફેલાઈ ગઈ હતી. હાલ નાના બાળકો થી લઈ મોટા બાળકો પણ શાળાએ જવા માટે થનગની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...